Railway Recruitment 2021: સેન્ટ્રલ રેલ્વેના રેલ્વે ભરતી (Railway Recruitment) સેલ દ્વારા લેવલ-1 અને લેવલ -2 ની જગ્યાઓ પર ભરતી માટે ઉમેદવારો પાસેથી અરજી પત્રો માંગવામાં આવ્યા છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો RRCની અધિકૃત વેબસાઇટની મુલાકાત લઈને ઓનલાઈન અરજી કરી શકે છે.


6 ડિસેમ્બરથી અરજી કરો


મધ્ય રેલવેએ સ્કાઉટ ગાઈડ ક્વોટા હેઠળ લેવલ-1 અને લેવલ-2ની જગ્યાઓ માટે ભરતી (Railway Recruitment) પ્રક્રિયા શરૂ કરી છે. અરજી પ્રક્રિયા 6મી ડિસેમ્બર 2021થી શરૂ થશે અને 20મી ડિસેમ્બર 2021 સુધી ચાલુ રહેશે. નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું હતું કે કુલ 12 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે.


શૈક્ષણિક લાયકાત


લેવલ-1


ઉમેદવારો પાસે કોઈપણ રજિસ્ટર્ડ સંસ્થામાંથી 10મું પાસ અથવા ITI પ્રમાણપત્ર હોવું આવશ્યક છે. ઉમેદવારની વય મર્યાદા 18 થી 30 વર્ષની વચ્ચે હોવી જોઈએ.


લેવલ 2


ઉમેદવારો પાસે કોઈપણ રજિસ્ટર્ડ સંસ્થામાંથી 50% ગુણ સાથે 12મું પાસ પ્રમાણપત્ર હોવું આવશ્યક છે. SC, ST, ભૂતપૂર્વ સૈનિક વિદ્યાર્થીઓને 50% માર્કસમાં છૂટછાટ મળશે. ટેકનિકલ પોસ્ટ પર ભરતી માટે અરજી કરતા ઉમેદવારો પાસે NCVT/SCVT દ્વારા માન્યતા પ્રાપ્ત એપ્રેન્ટિસશિપ એક્ટ અથવા ITI પ્રમાણપત્ર હોવું જોઈએ. આ ઉમેદવારોની ઉંમર પણ 18 થી 30 ની વચ્ચે હોવી જોઈએ.


અરજી ફી


અરજી દરમિયાન, ઉમેદવારોએ 500 રૂપિયાની ફી પણ ચૂકવવી પડશે, જે ઑનલાઇન દ્વારા ચૂકવી શકાય છે. જો કે, SC, ST, દિવ્યાંગ, મહિલા અને આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારો માટે, ફી માત્ર રૂ 250 છે.


કેવી રીતે અરજી કરવી


ઉમેદવારો મધ્ય રેલવેની અધિકૃત વેબસાઈટ indianrailways.gov.in પર જઈને ઓનલાઈન (Online Applitcaiotn) અરજી કરી શકે છે.


CISF Recruitment 2021: આસિસ્ટન્ટ કમાન્ડન્ટની જગ્યાઓ માટે નીકળી ભરતી, અરજી કરવાની સંપૂર્ણ પ્રક્રિયા જાણો


Education Loan Information:

Calculate Education Loan EMI