ગાંધીનગરઃ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ આવતીકાલે જાહેર થશે. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ પરથી પરિણામ જાણી શકાશે. સવારે 9 કલાકથી બોર્ડની વેબસાઇટ પરથી પરિણામ જાણી શકાશે. ધો. 12 સાયન્સની સાથે ગુજકેટનું પરિણામ પણ કાલે જાહેર થશે. વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ વોટ્સેપ પરથી પણ જાણી શકશે. આ માટે 6357300971 નંબર પર પોતાનો બેઠક ક્રમાંક મોકલી પરિણામ જાણી શકાશે.


નોંધનીય છે કે, ગુજરાતમાં 14 માર્ચ, 2023થી ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ હતી. જેમાં રાજ્ય ભરમાંથી કુલ 16.50 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી. ધોરણ 10 બોર્ડમાં 9,56,753, ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 5,65,528, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 1,26,896, સંસ્કૃત પ્રથમાના 644, ઉ.ઉ. બુનિયાદી પ્રવાહના 4,305, વ્યવસાયલક્ષી પ્રવાહના 793 જ્યારે સંસ્કૃત માધ્યમના 736 વિદ્યાર્થીઓ નોંધાયા છે. GSEB ધોરણ 10 ની પરીક્ષા 2023 માર્ચ 14 અને 28, 2023 ની વચ્ચે લેવામાં આવશે જ્યારે GSEB ધોરણ 12 ની પરીક્ષા 2023 વિજ્ઞાન પ્રવાહ માટે 14 થી 25 માર્ચ, 2023 અને સામાન્ય પ્રવાહ માટે માર્ચ 14 થી 29, 2023 ની વચ્ચે આયોજિત કરવામાં આવી હતી. 


ધોરણ 12 સાન્યસમાં છેલ્લા કેટલાક વર્ષોથી એ ગ્રુપની સરખામણીએ બી ગ્રુપના વિદ્યાર્થીઓમાં સતત વધારો થઈ રહ્યો છે. 12 સાયન્સ પછી ઈજનેરીમાં પ્રવેશ માટેના વિદ્યાર્થીઓમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. આ વર્ષે ધોરણ 12 સાયન્સમાં ચાલુ વર્ષના રેગ્યુલર વિદ્યાર્થીઓમાં એ ગ્રુપમાં માત્ર 40,414 વિદ્યાર્થીઓ છે. જે અંતર્ગત વર્ષ કરતા ઘટ્યાં છે. જ્યારે બી ગ્રુપમાં આ વર્ષે 69,936 વિદ્યાર્થીઓ છે. એબી ગ્રૂપના 32 વિદ્યાર્થી છે.


ચાલુ વર્ષના એ, બી અને એબી ગ્રુપના કુલ મળીને 11,0382 વિદ્યાર્થીઓ છે. 12 સાયન્સમાં અગાઉ નાપાસ થયેલા આ વર્ષે ફરીથી પરીક્ષા આપનારા રીપીટર 16,395 વિદ્યાર્થી છે. જેમાં એ ગ્રુપમાં 4438, બી ગ્રૂપમાં 11948 અને એબી ગ્રૂપમાં 9 વિદ્યાર્થીઓ છે. આ વર્ષે 12 સાયન્સની પરીક્ષા આપનારાએ ગ્રુપના કુલ 44,852 વિદ્યાર્થીઓ સામે બી ગ્રુપના 81,884 વિદ્યાર્થીઓ છે, એટલે કે એ ગ્રુપ કરતા બી ગ્રુપના વિદ્યાર્થીઓ 45 ટકા વધારે છે.


ગુજકેટની પરીક્ષા એપ્રિલમાં લેવાઈ હતી


ગુજકેટની પરીક્ષાની તારીખ 3 એપ્રિલ 2023ના રોજ યોજાઈ હતી. રાજ્યના એક લાખ કરતા પણ વધારે વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી. આ પરીક્ષામાં ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી એમ ત્રણ ભાષામાં પ્રશ્નપત્ર રહેશે. રાજ્યભરમાંથી 1.30 લાખ વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી હતી. જેમાં ગુજરાતી માધ્યમના 83 હજાર વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી. જ્યારે અંગ્રેજી માધ્યમના 50 હજાર વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી હતી. વિદેશથી પણ વિદ્યાર્થીઓએ પરીક્ષા માટે રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. 626 બિલ્ડિંગના 6 હજાર 598 વર્ગખંડમાં પરીક્ષા લેવાઈ હતી.


Education Loan Information:

Calculate Education Loan EMI