મુંબઈ : ભારતની સૌથી મોટી સ્પેલીંગ સ્પર્ધા ક્લાસમેટ સ્પેલ બી સિઝન ૧૨ની ફાઇનલ તા. ૨૩ જૂનનાં યોજાઈ હતી. તેમાં બોલીવૂડ સ્ટાર સોહા અલી ખાને નેશનલ ચેમ્પિયનની ઘોષણા કરી હતી.


આ ફાઇનલમાં નેશનલ ચેમ્પિયન તરીકે સિલીગુડી સેન્ટ માઈકલ સ્કૂલની શ્રીવલ્લી ઘોષ વિજેતા બની હતી. પ્રથમ રનર અપ તરીકે ગાઝીયાબાદનાં ઈન્દિરાપુરમની દિલ્હી પબ્લીક સ્કૂલનાં ભદ્રા પાનીકર વિજેતા બન્યા છે.

કઈ થીમ હતી અને કેટલા વિદ્યાર્થીએ લીધો ભાગ
આ વર્ષે યોજાયેલી સ્પર્ધાની થીમ બી બેટર ધેન યોર સેલ્ફ હતી. આ વર્ષે યોજાયેલી સ્પર્ધામાં ભારતનાં ૩૦ શહેરોની ૧૦૦૦થી વધુ શાળાઓનાં ૩.પ લાખથી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

કેટલી રકમનું મળે છે ઈનામ
ક્લાસમેટ સ્પેલ બી ૧૨નાં નેશનલ ચેમ્પિયનને રૂ. બે લાખનું ગ્રાન્ડ પ્રાઈઝ મળે છે. ઉપરાંત પ્રતિષ્ઠિત સ્ક્રીપ્સ નેશનલ સ્પેલીંગ બીનાં સાક્ષી થવાનું અને વોશિંગ્ટન ડીસી, યુએસએની ગ્રાન્ડ ટ્રીપ કરવા મળશે. ચાર સેમી ફાઇનલિસ્ટોને પ્રત્યેકને રૂ. ૫૦,૦૦૦ જીતવાની પણ તક મળે છે.

Education Loan Information:

Calculate Education Loan EMI