ગાંધીનગર: રાજ્યસભા પહેલા ગુજરાત કોંગ્રેસમાંથી 8 ધારાસભ્યોએ રાજીનામું ધરી દેતાં રાજકારણમાં ખળભળાટ મચી ગયો હતો. ત્યારે ગુજરાતમાં કોંગ્રેસમાંથી રાજીનામું આપનારા 5 ધારાસભ્યો આજે કેસરિયો ખેસ પહેરીને ભાજપમાં એન્ટ્રી કરી હતી. એવું પણ જાણવા મળ્યું છે કે, આ પૈકા મોટા ભાગના નેતાઓને ટીકિટ આપશે.


કોંગ્રેસમાંથી રાજીનામું આપનારા તમામ ધારાસભ્યો આજે ભાજપમાં જોડાયા હતાં. જીતુ વાઘાણી કોંગ્રેસ પર આરોપો પણ લગાવ્યા હતાં. ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસના ધારાસભ્યોએ રાજ્યસભાની ચૂંટણી પહેલા જ વિધાનસભા અધ્યક્ષને પોતાના રાજીનામાં ધરી દીધાં હતાં.

કપરાડાના ધારાસભ્ય જીતુ ચૌધરી, મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજા, ધારીના ધારાસભ્ય જે.વી.કાકડિયા, કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ અને
અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા આજે કમલમ ખાતે ભાજપમાં જોડાયા હતાં.

નોંધનીય છે કે, કોંગ્રેસમાંથી રાજીનામું આપનારા ધારાસભ્યોમાં કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ, મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજા, ડાંગના ધારાસભ્ય મંગળ ગાવીત, કપરાડાના ધારાસભ્ય જીતુ ચૌધરી, અબડાસાના ધારાસભ્ય પદ્યુમનસિંહ જાડેજા, લીંબડીના ધારાસભ્ય સોમાભાઈ પટેલ, ધારીના ધારાસભ્ય જેવી કાકડીયા અને ગઢડાના ધારાસભ્ય પ્રવિણ મારૂએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું.