Rajasthan News: અત્યારે દેશભરમાં ઠંડીનું મોજુ ફરી વળ્યુ છે, ઉત્તર ભારતની સાથે સાથે હવે ગુજરાતમાં પણ ઠંડીનો ચમકારો વધ્યો છે. શીતલહેરને ધ્યાનમાં રાખતા જયપુર (Jaipur)ની તમામ સ્કૂલોની રજાઓને લંબાવી દેવામાં આવી છે. આ સંબંધમાં જિલ્લા કલેક્ટરે આદેશ જાહેર કરી દીધો છે. આ આદેશને ના માનનારી સ્કૂલો પર કડક કાર્યવાહીના નિર્દેશ આપી દેવામા આવ્યા છે. કાલ અહીં શિયાળાની રજાઓ પુરી થઇ (Winter Vacation) રહી છે, તો આજે જયપુરના કલેક્ટર પ્રકાશ રાજપુરોહિતે (Prakash Rajpurohit) તમામ સ્કૂલોમાં 7 જાન્યુઆરી સુધી રજાઓ લંબાવી દીધી છે. 


રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી ઠંડીનુ પ્રમાણ ખુબ વધી ગયુ છે, અને શીતલહેરનો પ્રકોપ વધી રહ્યો છે. આ આદેશ બાદ પરેશાન સ્કૂલના બાળકોના વાલીઓને રાહત મળી છે. હજુ 9 જાન્યુઆરી એટલે કે સોમવારે સ્કૂલ ખુલશે એવી પણ કોઇ જાણકારી નથી. આવું જ ગયા ડિસેમ્બરમાં એટલે કે 25 ડિસેમ્બરથી 5 જાન્યુઆરી સુધીની સ્કૂલોમાં શિયાળાની રજાઓ આપવામા આવી હતી. હાલમાં જયપુરમાં હવામાનનો મિજાજ સતત બદલાઇ રહ્યો છે, લગભગ હજુ પણ આગળની તારીખો સુધી રજાઓ લંબાવાઇ શકવાની સંભાવના છે. 


હવામાનના મિજાજને ધ્યાનમાં રાખતા જિલ્લા કલેક્ટરે રજાઓ લંબાવી દીધી છે, ઠંડીના કારણે સ્કૂલોની રજાઓ વધારવાનો આદેશ આપવામાં આવ્યો છે. હવામાન વિભાગે પણ આગામી ત્રણ દિવસ સુધી તાપમાન સતત નીચે રહેવાની આગાહી કરી છે. જયપુર જિલ્લા કલેક્ટરના આદેશ અનુસાર, વિદ્યાલયોમાં અન્ય પરીક્ષાઓનો સમય યથાવત રહેશે, આ નિર્દેશોને ના માનવા પર સ્કૂલો સામે નિયમાનુસાર કાર્યવાહી કરવામાં આવશે. 


ઉત્તર ભારતમાં કાતિલ ઠંડી


કાતિલ ઠંડીથી સમગ્ર ઉત્તર ભારત ઠંડીથી ઠુંઠવાયું છે. દિલ્લીમાં શિયાળાની સીઝનનું સૌથી નીચુ 4.4 ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ. ભારે ધુમ્મસને લીધે વિઝિબિલિટી ઘટીને 200 મીટર પર આવી ગઈ હતી. ભારે ધુમ્મસને કારમે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે. જ્યારે 25થી વધુ ટ્રેનો મોડી ચાલી રહી છે. ઉત્તર ભારતના અન્ય રાજ્યોમાં પણ કાતિલ ઠંડીનું મોજુ ફરી વળ્યું છે. દિલ્લી ઉપરાંત જમ્મુ-કાશ્મીર, રાજસ્થાન, હરિયાણા, ઉત્તર પ્રદેશ, બિહાર પણ કાતિલ ઠંડીથી ઠુંઠવાયા હતા. રાજસ્થાનના ચુરૂમાં તાપમાન શૂન્યથી નીચે એટલે કે 0.9 ડિગ્રી પર પહોંચી ગયું હતું.


Education Loan Information:

Calculate Education Loan EMI