CSIR UGC NET Result 2023:  CSIR UGC NET પરીક્ષા વર્ષમાં બે વાર લેવામાં આવે છે. તાજેતરમાં NTA એ CSIR UGC NET ડિસેમ્બર 2023 ની પરીક્ષાનું પરિણામ જાહેર કર્યું છે. CSIR UGC NET ડિસેમ્બર 2023 પરીક્ષાની પરિણામ લિંક સત્તાવાર વેબસાઇટ csirhrdg.res.in પર એક્ટિવ કરવામાં આવી છે. NET પરીક્ષામાં હાજર રહેલા તમામ ઉમેદવારો આ લિંક પર ક્લિક કરીને તેમનું પરિણામ જોઈ શકે છે.


NTA એ CSIR UGC NET પરીક્ષા પરિણામ સાથે કટઓફ માર્ક્સ પણ જાહેર કર્યા છે. આ વર્ષે CSIR UGC NET ડિસેમ્બર 2023ની પરીક્ષા માટે કુલ 2,19,146 ઉમેદવારોએ નોંધણી કરાવી હતી. તેમાંથી 1,75,355 ઉમેદવારોએ UGC NET 2023 ની પરીક્ષા આપી હતી. તેમાંથી 6988 ઉમેદવારો યુજીસી નેટ પરીક્ષામાં સફળ જાહેર થયા છે.


CSIR UGC NET ડિસેમ્બર 2023 ના પરિણામમાં લગભગ 1,424 ઉમેદવારો JRF-NET માટે ક્વોલિફાય થયા છે. તેમના સિવાય આસિસ્ટન્ટ પ્રોફેસરના પદ માટે 23 ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે. જ્યારે, 34 ઉમેદવારો JRF માટે ક્વોલિફાય થયા છે. આ સિવાય 1875 ઉમેદવારોએ UGC JRF NET પરીક્ષા પાસ કરી છે. જનરલ, EWS અને OBC ઉમેદવારોએ ફેલોશિપ અને લેક્ચરશિપ માટે ક્વોલિફાય થવા માટે ઓછામાં ઓછા 33 ટકા માર્ક્સ મેળવવાના હોય છે.


પરિણામ કેવી રીતે તપાસવું?


ડિસેમ્બર સત્ર માટે CSIR UGC NET પરિણામ 2023 તપાસવા માટે તમે નીચે આપેલા સ્ટેપને ફોલો કરી શકો છો


1- CSIR UGC NET ડિસેમ્બર 2023નું પરિણામ જોવા માટે સત્તાવાર વેબસાઇટ- csirhrdg.res.in પર જાઓ.


2- વેબસાઈટના હોમપેજ પર દેખાતી ‘ન્યૂઝ એન્ડ એનાઉસમેન્ટ ’ કોલમ પર ક્લિક કરો.


3- આમ કરતા જ તમારી સ્ક્રીન પર એક નવું પેજ ખુલશે. ત્યાં ‘Joint CSIR UGC NET Result December 2023’  નામની લિંક દેખાશે. તેના પર ક્લિક કરો.


4- UGC NET ડિસેમ્બર 2023 પરિણામ તમારી સ્ક્રીન પર દેખાશે.


5- સંપૂર્ણ તપાસ કર્યા પછી UGC NET પરિણામ 2023 ડાઉનલોડ કરો. જો તમે ઇચ્છો તો તમે ભવિષ્યના સંદર્ભ માટે તેની પ્રિન્ટઆઉટ પણ લઈ શકો છો.


UGC NET પરિણામ 2023 કટઓફ વગેરે સંબંધિત માહિતી માટે સત્તાવાર વેબસાઇટ csirhrdg.res.in પર નવીનતમ અપડેટ્સ તપાસતા રહો.                                                    


Education Loan Information:

Calculate Education Loan EMI