CUET 2022 Mock Test: કોમન યુનિવર્સિટી એન્ટ્રન્સ ટેસ્ટ 2022 (CUET 2022) માટે મોક ટેસ્ટ પ્રશ્નપત્રો સત્તાવાર વેબસાઇટ પર બહાર પાડવામાં આવ્યા છે. જે ઉમેદવારોએ આ વર્ષની CUET પરીક્ષા આપી છે તેઓ આ મોક પ્રેક્ટિસ પ્રશ્નપત્રો પરથી CUET પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોના પ્રકાર અને પેટર્નનો ખ્યાલ મેળવી શકે છે. તેઓ મોક ટેસ્ટ પેપર સાથે પ્રેક્ટિસ કરી શકે છે. તેઓ એ પણ જાણી શકે છે કે CBT ટેસ્ટ મોડ પરીક્ષા કેવી રીતે આપવામાં આવે છે. કોમન યુનિવર્સિટી એન્ટ્રન્સ ટેસ્ટ એ રાષ્ટ્રીય કક્ષાની પ્રવેશ પરીક્ષા છે જેના દ્વારા ભારતની ઘણી કેન્દ્રીય યુનિવર્સિટીઓમાં અંડરગ્રેજ્યુએટ અભ્યાસક્રમોમાં પ્રવેશ (સેન્ટ્રલ યુનિવર્સિટી યુજી એડમિશન) ઉપલબ્ધ થશે.

Continues below advertisement

મોક ટેસ્ટ કેવી રીતે આપશો

  • સત્તાવાર વેબસાઇટ cuet.samart.ac.in ની મુલાકાત લો
  • CUET UG 2022 મોક ટેસ્ટ નોટિફિકેશન પર ક્લિક કરો.
  • ત્યાં મોક ટેસ્ટની લિંક એક્ટિવ દેખાશે જેના પર તમારે ક્લિક કરવાનું રહેશે.
  • એક નવું વેબપેજ ખુલશે.
  • પરીક્ષાનું નામ, વિષય અને પૂછવામાં આવેલી અન્ય ઘણી વિગતો દાખલ કરવાની રહેશે.
  • તે પછી તમે મોક ટેસ્ટ શરૂ કરી શકો છો.

જાણો ક્યારે થશે પરીક્ષા

Continues below advertisement

નેશનલ ટેસ્ટિંગ એજન્સી 554 શહેરો અને વિદેશના 13 શહેરોમાં કોમન યુનિવર્સિટી એન્ટ્રન્સ ટેસ્ટ CUET (UG) 2022નું આયોજન કરશે. 86 યુનિવર્સિટીઓમાં પ્રવેશ માટે 9.5 લાખથી વધુ ઉમેદવારોએ નોંધણી કરાવી છે, જેમાંથી 43 કેન્દ્રીય યુનિવર્સિટીઓ છે, 13 રાજ્યની યુનિવર્સિટીઓ છે અને 12 ડીમ્ડ છે. પરીક્ષા 15મી જુલાઈ, 16મી, 19મી, 20મી અને 4ઠ્ઠી ઓગસ્ટ, 5મી, 6ઠ્ઠી, 7, 8મી અને 10મી ઓગસ્ટે CBT મોડમાં લેવામાં આવશે.

આ પણ વાંચોઃ

UGC NET 2022 Date : યુજીસી નેટ પરીક્ષાની તારીખો થઈ જાહેર, જાણો ક્યારે જાહેર થશે એડમિટ કાર્ડ

CS Syllabus: CS નો બદલાશે અભ્યાસક્રમ, જાણો ક્યારથી લાગુ થશે નવો સિલેબસ

 US Green Card: અમેરિકા જવા માંગતા ભારતીયો માટે શું છે સારા સમાચાર ? જાણીને થઈ જશો ખુશ

Coronavirus: ચાલુ મહિને કોરોના કેસમાં આવ્યો મોટો ઉછાળો, 1 જૂનથી અત્યાર સુધીમાં થયો અનેક ગણો વધારો


Education Loan Information:

Calculate Education Loan EMI