Covid-19 Cases in India: સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસ સામેની લડાઈ હજુ પણ ચાલુ છે. ભારતમાં ફરી એકવાર કોરોનાના વધતા જતા પ્રકોપથી લોકોની ચિંતા વધી ગઈ છે. તાજેતરના સમયમાં દેશમાં કોરોના સંક્રમણના કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે. ભારતમાં સતત બીજા દિવસે કોરોના કેસમાં ઘટાડો થયો છે.


કોરોના મહામારીએ ફરી એકવાર ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે. જૂન મહિનામાં કોવિડ-19ના કેસોમાં ધીમે ધીમે વધારો થયો છે. 1 જૂને કોરોનાના 2745 કેસ નોંધાયા હતા. આ સમયગાળા દરમિયાન સક્રિય કેસ 18,386 રહ્યા. 26 જૂને સક્રિય કેસ વધીને 92,576 થઈ ગયા છે. 17 જૂન સુધીમાં, કોરોનાના દૈનિક કેસ વધીને 12,213 થઈ ગયા હતા. 24 જૂને જોરદાર વધારો જોવા મળ્યો હતો. આ દિવસે કોરોનાના દૈનિક આંકડા 17 હજારને પાર કરી ગયા હતા. મહારાષ્ટ્ર, દિલ્હી અને કેરળમાં કોરોનાના કેસોમાં ઘણો વધારો થયો છે. સાથે જ રસીકરણ અભિયાન પણ તેજ ગતિએ ચાલી રહ્યું છે. લોકોને ત્રીજો ડોઝ આપવામાં આવી રહ્યો છે. બાળકોના રસીકરણમાં પણ ઝડપી વધારો થયો છે.


હાલ શું છે સ્થિતિ


 ભારતમાં જૂન મહિનાની શરૂઆતથી કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો હતો. જોકે છેલ્લા બે દિવસથી કેસમાં ઘટાડો થઈ રહ્યો છે. છેલ્લા 24  કલાકમાં 11,739 નવા કેસ અને 25 સંક્રમિતોના મોત થયા છે. એક્ટિવ કેસનો આંકડો 92 હજારને પાર થયો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 92,576 થઈ છે. જ્યારે કુલ મૃત્યુઆંક 5,24,999પર પહોંચ્યો છે. દેશમાં 4,27,72,398 લોકો કોરોના સામે જંગ જીત્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 197,08,51,580 રસીના ડોઝ આપવામાં આવ્યા છે.જેમાંથી ગઈકાલે 12,72,739 ડોઝ આપવામાં આવ્યા હતા. દેશમાં 16 જાન્યુઆરી, 2021થી રસીકરણશરૂ થયું હતું.


જૂન 2022માં નોંધાયેલા કેસ


25 જૂન શનિવારે 15,940 નવા કેસ નોંધા અને 20 સંક્રમિતોએ જીવ ગુમાવ્યા હતા.


24 જૂન શુક્રવારે  17,336 નવા કેસ નોંધાયા અને 13 સંક્રમિતોના મોત થયા.


23 જૂન ગુરુવારે 13,313 નવા કેસ નોંધાયા અને 38 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો.


22 જૂન બુધવારે 12,249 નવા કેસ અને 13 સંક્રમિતોના મોત થયા.


21 જૂન મંગળવારે 9,923 નવા કેસ અને 17 સંક્રમિતોના મોત થયા.


20 જૂન સોમવારે 12,781 નવા કેસ અને 18 સંક્રમિતોએ જીવ ગુમાવ્ય.


19 જૂન રવિવારે 12,899 નવા કેસ અને 15 સંક્રમિતોના મોત થયા.


18 જૂન શનિવારે 13,216 નવા કેસ અને 23 સંક્રમિતોના મોત થયા.


17 જૂન શુક્રવારે 12,847 નવા કેસ અને 14 સંક્રમિતોના મોત થયા.


16 જૂન ગુરુવારે 12,283 નવા કેસ અને 11 સંક્રમિતોના મોત થયા.


15 જૂન બુધવારે 8822 નવા કેસ અને 15 સંક્રમિતોના મોત થયા.


14 જૂન મંગળવારે 6594 નવા કેસ નોંધાયા હતા.


13 જૂન સોમવારે 8084 નવા કેસ અને 10 સંક્રમિતોના મોત થયા.


12 જૂન રવિવારે 858 નવા કેસ અને 4 સંક્રમિતોના મોત થયા.


11 જૂન શનિવારે 8329 નવા કેસ અને 10 સંક્રમિતોના મોત થયા.


10 જૂન શુક્રવારે 7,584 નવા કેસ અને 10 સંક્રમિતોના મોત થયા.


9 જૂન ગુરુવારે 7242 નવા કેસ અને 8 સંક્રમિતોના મોત થયા.


8 જૂનબુધવારે 5233 નવા કેસ અને 7 સંક્રમિતોના મોત થયા.


7 જૂન મંગળવારે 3714 નવા કેસ અને 7 સંક્રમિતોના મોત થયા હતા.


6 જૂન સોમવારે 4518 નવા કેસ અને 9 સંક્રમિતોના મોત થયાહતા.


5 જૂન રવિવારે  4270 નવા કેસ અને 15 સંક્રમિતોના મોત હતા.


4  જૂન શનિવારે 3962 નવા કેસ અને 26 સંક્રમિતોના મોત થયા હતા.


3 જૂન શુક્રવારે 4041 નવા કેસ નોંધાયા અને 10 સંક્રમિતોના મોત થયા હતા


2 જૂન ગુરુવારે 3712 નવાકેસ અને 5 સંક્રમિતોના મોત થયા હતા.


1 જૂન બુધવારે 2745 નવા કેસ નોંધાયા અને 6 સંક્રમિતોના મોત થયા