CUET UG Exam:  નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ CUET-UG ના 1000 થી વધુ ઉમેદવારો માટે 19 જુલાઈએ ફરીથી પરીક્ષા લેવાનું નક્કી કર્યું છે. NTA એ 7 જૂલાઈના રોજ કોમન યુનિવર્સિટી એન્ટ્રન્સ ટેસ્ટ (CUET)-UG 2024 ની પ્રોવિઝનલ આન્સર કી બહાર પાડી હતી અને જાહેરાત કરી હતી કે જો પરીક્ષાના સંચાલન અંગે વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલી કોઈપણ ફરિયાદ સાચી ઠરશે તો તે 15 થી 19 જુલાઈ વચ્ચે CUET-UG ઉમેદવારો માટે ફરીથી પરીક્ષા હાથ ધરશે.






એજન્સીએ રવિવારે પુનઃપરીક્ષાના સમયપત્રકનું જાહેરનામું બહાર પાડ્યું હતું પરંતુ પરિણામ અંગે મૌન સેવ્યું હતું. અંતિમ આન્સર કી હજુ સુધી અધિસૂચિત કરવામાં આવી નથી. CUET-UG પરિણામોમાં વિલંબ એવા સમયે કરવામાં આવી રહ્યું છે જ્યારે NEET અને NET સહિતની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં કથિત અનિયમિતતાઓને લઈને વિવાદ ચાલુ છે.


NTA સૂત્રોના જણાવ્યા અનુસાર, ઉમેદવારો દ્વારા પસંદ કરાયેલી ભાષા સિવાય અન્ય ભાષામાં પ્રશ્નપત્રોનું વિતરણ પુનઃપરીક્ષા માટેનું એક કારણ છે અને લગભગ 1000 ઉમેદવારો છ રાજ્યોમાં ફેલાયેલા છે. એક સૂત્રએ જણાવ્યું હતું કે, 'કેટલીક ફરિયાદોમાં ખોટા પ્રશ્નપત્રો વિતરિત થવાને કારણે સમય ગુમાવવાનો સમાવેશ થાય છે.' 


રવિવારે જાહેર કરાયેલ સત્તાવાર સૂચના અનુસાર, 30 જૂન, 2024 સુધી ઉમેદવારો તરફથી મળેલી ફરિયાદો તેમજ CUET (UG) 2024ની પરીક્ષા અંગે 7-9 જુલાઈ (સાંજે 5:00 વાગ્યા પહેલા)ની વચ્ચે ઓનલાઈન મોકલવામાં આવેલી ફરિયાદો પર પ્રક્રિયાની સમીક્ષા કરવામાં આવશે. નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે, 'આ ફરિયાદોના આધારે પ્રભાવિત ઉમેદવારો માટે 19 જુલાઈ, 2024ના રોજ કમ્પ્યુટર આધારિત ટેસ્ટ (CBT) મોડમાં પુનઃપરીક્ષા લેવામાં આવશે.'


5 મેના રોજ લેવાયેલી NEET-UG પરીક્ષા દરમિયાન પણ ખોટા પ્રશ્નપત્રનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેના કારણે NTAએ સમય ગુમાવવાને કારણે ગ્રેસ માર્ક્સ આપ્યા હતા. જો કે, સુપ્રીમ કોર્ટમાં વિરોધ અને મુકદ્દમા પછી એજન્સીએ ગ્રેસ માર્કસ રદ કર્યા અને 1,563 ઉમેદવારો માટે વૈકલ્પિક પુનઃપરીક્ષાની જાહેરાત કરી જેમાંથી 813 ઉમેદવારો 23 જૂને પરીક્ષા માટે હાજર થયા હતા.


અંડરગ્રેજ્યુએટ પ્રવેશ પરીક્ષાના પરિણામો 30 જૂનના રોજ જાહેર થવાના હતા પરંતુ NTA એ પરિણામોમાં વિલંબ કર્યો કારણ કે તે NEET-UG, UGC-NET અને CSIR-UGC-NET સંબંધિત પેપર લીકના આક્ષેપો કારણે વિવાદમાં છે.


Education Loan Information:

Calculate Education Loan EMI