Board of Intermediate Education Andhra Pradesh Postponed Examinations: આંધ્રપ્રદેશ બોર્ડ ઓફ ઈન્ટરમીડિયેટ એજ્યુકેશને બુધવારે લેવાનારી પરીક્ષાઓ મુલતવી રાખી છે. આંધ્ર પ્રદેશ માધ્યમિક શિક્ષણ બોર્ડે ચક્રવાત આસાનીને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે. બોર્ડે બાકીની પરીક્ષાઓના સમયપત્રકમાં કોઈ ફેરફાર કર્યો નથી. 12મી મેથી બોર્ડની બાકીની પરીક્ષાઓ સમયપત્રક મુજબ લેવાશે.


12મી મેથી યોજાનારી પરીક્ષા માટે પરીક્ષાના સ્થળ અને સમયમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. જે પરીક્ષા 11 મેના રોજ યોજાવાની હતી તે હવે 25 મેના રોજ લેવામાં આવશે. આંધ્રપ્રદેશના દરિયાકાંઠાના વિસ્તારો તરફ ચક્રવાત તીવ્ર થતાં ગઈકાલે સાંજથી એપી ઇન્ટરમીડિયેટ પરીક્ષા 2022 મુલતવી રાખવાની અટકળો ચાલી રહી હતી. તે જ સમયે, આંધ્રપ્રદેશના ઘણા ભાગોમાં ભારે પવન સાથે વરસાદ શરૂ થયો છે.




રાજ્યમાં 1660 નોટરીની કરાશે ભરતી, જાણો ક્યારથી શરૂ થશે ઈન્ટરવ્યૂ


ગુજરાતમાં નાગરિકોને પોતાના ગામ-તાલુકામાં સરળતાથી નોટરીની સુવિધા ઉપલબ્ધ કરાવવાના નિર્ધાર સાથે 1660 જગ્યાઓ ભરવા માટેની પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેમાં પ્રથમ તબક્કામાં બોટાદ, પોરબંદર, મોરબી, દેવભૂમિ દ્વારકા, નર્મદા, ડાંગ, તાપી અને છોટા ઉદેપુર એમ આઠ જિલ્લાના ધારાશાસ્ત્રીઓ-ઉમેદવારો માટે 16મી મેથી ગાંધીનગર ખાતે ઈન્ટરવ્યૂ પ્રક્રિયા શરૂ કરાશે.


મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું, ઈન્ટરવ્યુની સમગ્ર પ્રક્રિયા ઝડપી, સરળ અને ન્યાયિક થાય તે માટે કુલ ત્રણ બોર્ડની રચના કરવામાં આવી છે. નોટરીની જગ્યાઓ માટે ધારાશાસ્ત્રીઓ પાસેથી અરજીઓ મંગાવવામાં આવી હતી. રાજ્યભરમાંથી આવેલી અરજીઓની સ્ક્રૂટીની બાદ 10427 જેટલા ઉમેદવારોને ઈન્ટરવ્યૂ માટે લાયક ગણવામાં આવ્યા છે.


ઈન્ટરવ્યૂ 16મી મે થી ગાંધીનગરના નવા સચિવાલય, બ્લોક નં 1ના ચોથા માળે લેવામાં આવશે. ઈન્ટરવ્યૂ અંગેની કામગીરી અર્થે કાયદા વિભાગની વેબસાઇટ ઉપર પણ વિગતો પ્રસિદ્ધ કરવામાં આવી છે. પ્રથમ તબક્કામાં જિલ્લા મુજબ યોજાનાર ઈન્ટરવ્યૂના ઉમેદવારોના કોલલેટર વેબસાઇટ ઉપર અપલોડ કરવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. જે બાદ તબક્કાવાર બાકીના જિલ્લાના ઉમેદવારોના ઈન્ટરવ્યૂની તારીખની વિગતો પણ વેબસાઇટ પર અપલોડ કરાશે.


Education Loan Information:

Calculate Education Loan EMI