Side Effects of Raw Onion:વધારે પડતી કોઈપણ વસ્તુ નુકસાન પહોંચાડી શકે છે. કાચા ડુંગળીનો વધુ પડતો ઉપયોગ તમારા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે


કાચી ડુંગળીની આડ અસરઃ જો તમે જરૂર કરતાં વધુ કાચી ડુંગળી ખાવાના શોખીન છો તો આ  માહિતી  ફક્ત તમારા માટે જ છે. હા, ઘણા લોકોને બ્રેકફાસ્ટ  લંચ ડિનર દરેખ વખતે કાચી ડુંગળી ખાવાની આદત હોય  છે.  શું તમે જાણો છો કે કોઈ પણ વસ્તુનું વધારે સેવન કરવાથી નુકસાન થઈ શકે છે. હા, કાચી ડુંગળીનું સેવન કરવાથી માત્ર બ્લડ શુગર જ નથી વધતું પણ પેટ ખરાબ થઈ શકે છે. ચાલો જાણીએ આવી જ કેટલીક સમસ્યાઓ વિશે.


એસિડિટીની સમસ્યા થઈ શકે છે


ડુંગળીમાં ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ વધુ માત્રામાં જોવા મળે છે. આ સિવાય તેમાં ફાઈબરનું પ્રમાણ પણ વધારે હોય છે. જેને કેટલાક સારી રીતે પચાવી શકતા નથી. આવી સ્થિતિમાં એસિડિટીની સમસ્યા થઈ શકે છે.


બ્લડ શુગર વધે છે


કાચા ડુંગળીનું વધુ પડતું સેવન બ્લડ સુગર માટે સારું નથી. કોઈપણ રીતે, ડાયાબિટીસના દર્દીઓએ કોઈપણ વસ્તુનું સેવન ખૂબ કાળજીપૂર્વક કરવું જોઈએ. અને ડોક્ટરની સલાહ મુજબ જ ડાયટ લેવું જોઇએ.


છાતીમાં બળતરા થઈ શકે છે


કાચા ડુંગળીના સેવનથી છાતીમાં તીવ્ર બળતરા એસિડીટિની સમસ્યા પણ સર્જાઇ શકે છે.  તેથી તેનું વધુ પડતું સેવન કરવાનું ટાળો. ઉપરાંત પાચનતંત્ર પર પણ તેની અસર થઇ શકે છે. વધુ સેવનથી અપચો, એસિડીટિ, ડાયરિયા થઇ શકે છે.


Disclaimer : અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABP અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.