Anti Paper Leak Law: દેશમાં અત્યારે જો કઈ ચર્ચામાં છે તો તે છે નેશનલ ટેસ્ટિંગ એજન્સી. NEET UG પરીક્ષાનું સ્કોર કાર્ડ જાહેર થયા બાદથી દેશભરના લાખો વિદ્યાર્થીઓ અને રાજકીય પક્ષો તેમના સમર્થનમાં રસ્તા પર ઉતરી આવ્યા છે. મામલો સુપ્રીમ કોર્ટમાં છે અને NTA એ DG સુબોધ કુમારને હટાવીને તેમની જગ્યાએ પૂર્વ IAS પ્રદીપ સિંહ ખરોલાની નિમણૂક કરી છે. આ ઉપરાંત દેશમાં પેપર લીક જેવી ઘટનાઓને રોકવા માટે પેપર લીક વિરોધી એક કાયદો લાવવામાં આવ્યો છે. ચાલો જાણીએ આ કાયદાની વિદ્યાર્થીઓ પર શું અસર પડશે.


NEET UG પેપર લીકના સમાચાર સિવાય, UGC NETનું પેપર પણ ભૂતકાળમાં લીક થયું હતું. જે બાદ એજન્સીએ આ પરીક્ષા રદ કરી દીધી હતી. શિક્ષણ મંત્રીએ કહ્યું હતું કે પેપર ડાર્ક વેબ પર લીક થયું હતું. આ સિવાય નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ CSIR UGC NET અને NEET PG જેવી પરીક્ષાઓ મુલતવી રાખી છે. આ ઉપરાંત હાલના દિવસોમાં દેશભરના કેટલાક રાજ્યોમાં પેપર લીક જેવી ઘટનાઓ સામાન્ય થઈ ગઈ છે. જે બાદ હવે આ કાયદાનો અમલ કરાવો જરૂરી જણાતો હતો.


કેન્દ્ર સરકારનો નવો કાયદો પરીક્ષાના પેપર લીક કરનારા અને ઉત્તરવહીઓ સાથે ચેડા કરનારાઓ સામે લાગુ થશે. આ કાયદા હેઠળ દોષિતોને ઓછામાં ઓછી 3-5 વર્ષની જેલ અને 10 લાખ રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે. સંગઠિત ગુનામાં સામેલ લોકોને 5 થી 10 વર્ષની જેલની સજા થઈ શકે છે. આ સાથે ઓછામાં ઓછા 1 કરોડ રૂપિયાનો દંડ પણ થઈ શકે છે. આ કાયદો સંગઠિત અપરાધ રોકવા અને ગુનેગારોને સજા કરવામાં મદદ કરશે.


આ કાયદામાં સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં બેસનાર બાળકોને છૂટ આપવામાં આવી છે. આ બિલનો ઉદ્દેશ્ય એવા લોકોને રોકવાનો છે જેઓ છેડછાડ કરીને બાળકો અને દેશના ભવિષ્ય સાથે રમત રમી રહ્યા છે. અહેવાલો અનુસાર, પેપર લીક વિરોધી કાયદો એક સકારાત્મક પગલું હોઈ શકે છે જે પરીક્ષાઓની નિષ્પક્ષતા અને અખંડિતતાને સુનિશ્ચિત કરવામાં મદદ કરશે.


આ પરીક્ષાઓ કાયદાના દાયરામાં છે 


યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC)
સ્ટાફ સિલેક્શન કમિશન (SSC)
રેલ્વે ભરતી પરીક્ષા
ibps ભરતી પરીક્ષા
નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA), વગેરે. આ તમામ પરિક્ષાઓને કાયદાના દાયરામાં લેવામાં આવશે.


Education Loan Information:

Calculate Education Loan EMI