NEET Paper Leak Case 2024: NEET પેપર લીકના આક્ષેપો વચ્ચે શિક્ષણ મંત્રાલયે પરીક્ષાઓને પારદર્શક અને ન્યાયી બનાવવા માટે નિષ્ણાતોની હાઈ લેવલ કમિટીની  રચના કરી હતી. આ કમિટી પરીક્ષા પ્રક્રિયાઓને સુધારવા, ડેટા સુરક્ષા પ્રોટોકોલ અને NTAના માળખામાં સુધારો કરવા પર કામ કરશે. આ કમિટી 2 મહિનામાં પોતાનો રિપોર્ટ શિક્ષણ મંત્રાલયને સોંપશે.


ડૉ કે રાધાકૃષ્ણન સમિતિના અધ્યક્ષ 


આ ઉચ્ચ સ્તરીય સમિતિના અધ્યક્ષ તરીકે ISROના ભૂતપૂર્વ અધ્યક્ષ ડૉ. કે. રાધાકૃષ્ણન ચાર્જ સંભાળશે. આ હાઈ લેવલ કમિટીના અધ્યક્ષ અને સભ્યોની યાદીમાં AIIMSના જાણીતા ભૂતપૂર્વ ડિરેક્ટર રણદીપ ગુલેરિયાનો પણ સમાવેશ થાય છે.






આ લોકોને પણ કમિટીમાં સામેલ કરવામાં આવ્યા છે


આ કમિટીમાં હૈદરાબાદ સેન્ટ્રલ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રોફેસર બી.જે.રાવ, IIT મદ્રાસ સિવિલ એન્જિનિયરિંગ વિભાગના પ્રોફેસર અમેરિટ્સ  રામામૂર્તિ કે, પીપલ સ્ટ્રોંગના સહ-સ્થાપક અને કર્મયોગી ભારતના બોર્ડ મેમ્બર પંકજ બંસલ, આઈઆઈટી દિલ્હીમાં વિદ્યાર્થી મામલાઓના ડીન  પ્રોફેસર આદિત્ય મિત્તલ,શિક્ષણ મંત્રાલયના સંયુક્ત સચિવ ગોવિંદ જયસ્વાલનો સમાવેશ થાય છે.


NTAની ભૂમિકાની પણ તપાસ કરવામાં આવશે


શિક્ષણ મંત્રાલયના એક નિવેદન અનુસાર, ઉચ્ચ સ્તરીય પેનલ એન્ડ ટુ એન્ડ પરીક્ષા પ્રક્રિયાનું વિશ્લેષણ કરશે અને પરીક્ષા પ્રણાલીમાં કરી શકાય તેવા સુધારાઓનું સૂચન કરશે. આ સાથે, પેનલ એનટીએની વર્તમાન ડેટા સુરક્ષા પ્રક્રિયા અને પ્રોટોકોલનું મૂલ્યાંકન કરશે અને તેના સુધારણા માટે ભલામણો કરશે. આ સમિતિ NTAના દરેક સ્તરે અધિકારીઓની ભૂમિકા અને જવાબદારીઓની પણ તપાસ કરશે.


શિક્ષણ મંત્રીએ ઉચ્ચસ્તરીય સમિતિ બનાવવાની વાત કરી હતી


અગાઉ, 20 જૂને એક પ્રેસ કોન્ફરન્સમાં શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને NTAની કામગીરીની તપાસ માટે હાઈ લેવલ કમિટી બનાવવાની વાત કરી હતી. તેમણે એમ પણ કહ્યું કે NTA અધિકારીઓ સહિત દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. કેન્દ્રીય શિક્ષણ મંત્રીએ કહ્યું હતું કે અમને અમારી સિસ્ટમમાં વિશ્વાસ હોવો જોઈએ અને સરકાર કોઈપણ પ્રકારની ગેરરીતિ સહન કરશે નહીં.  


Education Loan Information:

Calculate Education Loan EMI