Porbandar News: ગુજરાતના રાજકારણને (Gujarat politics) લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. ભાજપમાં (BJP) ભડકો થયો છે. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાને (MP Mansukh Mandviya) લઈ જવાહર ચાવડાનો (Jawahar Chavda) વીડિયો વાયરલ (Viral video) થયો છે. વીડિયોમાં તેમણે જણાવ્યું, પોતે અને કામ કર્યા છે, મારી એક અલગ ઓળખ છે. મારી ઓળખ પર ભાજપે તેની ઓળખ બનાવી. હાલ જવાહર ચાવડાનો ફોન સ્વિચ ઓફ છે.
ચૂંટણી પૂરી થતા જ પોરબંદર લોકસભા (porbandar lok sabha) ક્ષેત્રમાં ભાજપમાં ભડકો થયો છે. માંડવિયાને ઉદ્દેશીને જવાહર ચાવડાના સંદેશાથી ખળભળાટ મચી ગયો છે. જવાહર ચાવડાએ કહ્યું, ભાજપના લોકોમાં ત્રેવડ હોત તો ચૂંટણી પહેલા વાત કરવી હતી. મારી ઓળખને ભાજપે તેમની ઓળખ ગણાવી છે.. જવાહર ચાવડા નારાજ હોવાની ઘણા સમયથી ચર્ચા છે. જવાહર ચાવડાએ ભાજપ છોડવાના સંકેત આપ્યા છે.
2022માં અરવિંદ લાડાણી સામે જવાહર ચાવડાની થઈ હતી હાર. લોકસભા ચૂંટણી પહેલા અરવિંદ લાડાણી ભાજપમાં જોડાયા હતા. પેટાચૂંટણીમાં ભાજપે અરવિંદ લાડાણીને આપી હતી ટિકિટ. 2019માં જવાહર ચાવડા ભાજપમાં જોડાયા હતા, ભાજપમાં જોડાયા બાદ ભાજપ સરકારમાં મંત્રી રહ્યા હતા અને તાજેતરમાં યોજાયેલી લોકસભા ચૂંટણી દરમિયાન જવાહર ચાવડા વિદેશમાં હતા.
કોંગ્રેસે જવાહર ચાવડાને ઘરવાપસી માટે આપ્યું આમંત્રણ
આ દરમિયાન કોંગ્રેસ નેતા લલિત કગથરા (lalit kagthara) અને હીરા જોટવાનું (Heera jotva) મોટું નિવેદન સામે આવ્યું છે. કગથરાએ કહ્યું, જવાહર ચાવડાની ઈચ્છા હોય તો કોંગ્રેસમાં સ્વાગત છે. જો જવાહર ચાવડા આવતા હોય તો કોંગ્રેસમાં વેલકમ છે.
જવાહર ચાવડાએ ભાજપમાં જઈ મોટી ભૂલ કરી: હીરા જોટાવા
હીરા જોટવાએ કહ્યું, ભાજપ નેતાઓને ખતમ કરવાનું કામ કરે છે. કોંગ્રેસના નેતાઓને લઈ જઈને ભાજપે પૂરા કરવાનું કામ કર્યું. જવાહર ચાવડાએ ભાજપમાં જઈ મોટી ભૂલ કરી છે.
જવાહર ચાવડા ભાજપની વાસ્તવિકતા બહાર લાવ્યાઃ લલિત કગથરા
લલિત કગથરાએ કહ્યું, મજબૂત નેતાઓને ભાજપ સાઇડલાઇન કરે છે. જવાહર ચાવડા ભાજપની વાસ્તવિકતા બહાર લાવ્યા છે. ભાજપના નેતાઓ માત્ર કમળના નિશાનથી જ ઓળખાય છે. ભાજપના નેતાઓ માત્ર પીએમ મોદીના નામથી જીતે છે.
આ પણ વાંચોઃ
રાજ્યમાં વરસાદનું યલો અને ઓરેન્જ એલર્ટ, અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી