Tamil Nadu Education News: તમિલનાડુના કલ્લાકુરિચી જિલ્લામાં 12માં ધોરણના વિદ્યાર્થીનીનાં મોત બાદ હિંસા ભડકી હતી. વિદ્યાર્થીને ન્યાય આપવાની માંગ સાથે દેખાવકારોએ ત્રણ પોલીસ વાહનો તથા 13 બસોને આગ લગાવીને પથ્થર મારો કર્યો હતો. જે બાદ પોલીસ હરકતમાં આવી હતી અને કાર્યવાહી કરી હતી.


શક્તિ મેટ્રિક્યુલેશન સ્કૂલના સંવાદદાતા રવિકુમાર, સચિવ શાંતિ અને પ્રિન્સિપાલ શિવ શંકરનની 17 વર્ષની એક છોકરીના મોત અને સ્કૂલ હોસ્ટેલમાં સલામતી જાળવવામાં નિષ્ફળ રહેવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. જે સીબીસીઆઈડીને કેસ ટ્રાન્સફર કરવામાં આવ્યો હોવાનું તમિલનાડુ પ્રાઇવેટ સ્કૂલ એસોસિએશનના સ્ટેટ પ્રેસિડેન્ટ કેઆર નંદાકુમારે જણાવ્યું હતું. જે બાજ આજે તામિલનાડુના કલ્લકુરિચીમાં 17 વર્ષીય શાળાની વિદ્યાર્થિનીના મોતના મામલે શાળા સચિવ, પ્રિન્સિપાલ, સ્કૂલ કોરસપોન્ડન્ટ અને 2 શિક્ષકોને 15 દિવસના રિમાન્ડ પર મોકલવામાં આવ્યા છે.






કલ્લાકુરિચીમાં ચિન્ના સલેમમાં એક જાણીતી શાળાની 12માં ધોરણની વિદ્યાર્થીનીએ 12 જુલાઈના રોજ રાત્રે હોસ્ટેલના ચોથા માળેથી કૂદીને આત્મહત્યા કરી હતી. પોલીસને મળેલી સુસાઇડ નોટમાં છોકરીને સ્કૂલના બે ટીચર્સ તથા કેટલાક વિદ્યાર્થીઓ પર દર વખતે ભણવા માટે પ્રતાડિત કરવાનો આરોપ લગાવ્યો હતો. ઉપરાંત તેણે લખ્યું હતું ટીચર્સ તેને વઢતા હતો અને બીજા ટીચર્સને પણ ઘટના અંગે ખબર હતી.


રવિવારે સવારે કેટલાક લોકોએ વિરોધ પ્રદર્શન કર્યુ હતું અને અડધા કલાકમાં જ તેણે હિંસક રૂપ ધારણ કરી લીધું હતું. ટોળાએ પથ્થરમારો કરીને સ્કૂલની ઈમારત, વર્ગખંડો અને પ્રિન્સિપાલની કેબિનમાં તોડફોડ કરી હતી તથા પરિસરમાં ઉભેલી બસોને આગ લગાવી હતી.






Education Loan Information:

Calculate Education Loan EMI