Rich Childre Education : ભારતના ટોચના અમીર પરિવારોની વાત કરવામાં આવે તો માત્ર ગણતરીના જ એવા પરિવારો છે જેમની પાસે ભારતની મોટાભાગની સંપત્તિ છે. આ પરિવારોના સભ્યોની અંગત જીંદગી વિષે જાણવાની લોકોને ભારે ચાહના હોય છે. જો તમે અત્યાર સુધી એવું વિચારતા હોય કે આ અમીર પરિવારના બાળકો પણ તમારી જેમ કોઈ સામાન્ય સ્કૂલમાં જ ભણે છે તો તમે સાવ ખોટા છો. આ લોકો જ્યાં ભણે છે તે શાળા અને કોલેજોમાં દુનિયાની તમામ સુખ-સુવિધાઓથી સંપન્ન હોય છે. જેના કારણે અહીં લેવાતી ફી પણ લાખોમાં છે. તો ચાલો જાણીએ દેશના ટોચના ધનકુબેરોના બાળકો કઈ સ્કૂલ અને કોલેજમાંથી ભણ્યા છે.


આકાશ અંબાણીનું એજ્યુકેશન કેટલું?


રિલાયંસ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના પુત્ર આકાશ અંબાણીએ ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલમાંથી પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો છે. જ્યારે તેણે બ્રાઉન યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રમાં ગ્રેજ્યુએશન કર્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલમાં કેજીથી ધોરણ 7 સુધીની ફી 1 લાખ 70 હજાર રૂપિયા છે. જેમાં 8 માથી 10મા ધોરણ સુધીની ફી 1 લાખ 85 હજાર રૂપિયા હોવાનું કહેવાય છે. જ્યારે ધોરણ 8 થી 10 સુધીની ફી 4 લાખ 48 હજાર રૂપિયા હોવાનું કહેવાય છે. બ્રાઉન યુનિવર્સિટીની ફીની વાત કરવામાં આવે તો તેનીવાર્ષિક ફી રૂપિયા 50 થી 55 લાખની આસપાસ છે.


અનંત અંબાણીની શૈક્ષણિક લાયકાત કેટલી?


અનંત અંબાણીએ પણ ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલમાંથી શાળાનો અભ્યાસ કર્યો હતો. ત્યાર બાદ અનંતે અમેરિકાની બ્રાઉન યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન પણ કર્યું છે. બ્રાઉન યુનિવર્સિટીમાં વાર્ષિક ફી 50 થી 55 લાખની આસપાસ છે. જો કે, ફી વિષયના આધારે થોડી ઓછી કે વધુ હોઈ શકે છે.


ઈશા અંબાણીની શૈક્ષણિક લાયકાત શું છે?


મુકેશ અંબાણી અને નીતા અંબાણીની દિકરી ઈશા અંબાણીએ પણ પોતાનો અભ્યાસ ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલમાંથી જ કર્યો છે. તેણે યેલ યુનિવર્સિટીમાંથી મનોવિજ્ઞાનમાં સ્નાતક કર્યું. ઈશાએ સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાંથી MBA કર્યું છે. યેલ યુનિવર્સિટીમાં એક વર્ષની ફી લગભગ 50 લાખ રૂપિયા છે. જ્યારે સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં વાર્ષિક MBA ફી 62 લાખ રૂપિયા છે.


જાણો કરણ અદાણીની શૈક્ષણિક લાયકાત


કરણ અદાણી ગૌતમ અદાણીના મોટા પુત્ર છે. તે USAની Purdue Universityમાંથી અર્થશાસ્ત્રમાં સ્નાતક થયા છે. અહીં વાર્ષિક ફી લગભગ 37 લાખ રૂપિયા છે.


જીત અદાણીની શૈક્ષણિક લાયકાત કેટલી છે?


જીત અદાણી ગૌતમ અદાણીના નાના પુત્ર છે. તેઓ પેન્સિલવેનિયા યુનિવર્સિટીમાંથી સ્કૂલ ઓફ એન્જિનિયરિંગ એન્ડ એપ્લાઇડ સાયન્સમાંથી સ્નાતક થયા છે. અહીં વાર્ષિક ફી લગભગ 55 થી 60 લાખ રૂપિયા છે. જો કે, અહીં ફીનું માળખું પણ વિવિધ વિષયો સાથે બદલાતુ રહે છે.


અનન્યા બિરલા કેટલુ ભણેલા?


અનન્યા બિરલા આદિત્ય બિરલાની પુત્રી છે. તેમણે UKની ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રનો અભ્યાસ કર્યો છે. ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં વાર્ષિક ફી અંદાજે 42 થી 50 લાખ રૂપિયાની વચ્ચે છે.


આદિત્ય મિત્તલનું એજ્યુકેશન કેટલું? 


આદિત્ય મિત્તલ લક્ષ્મી નિવાસ મિત્તલના પુત્ર છે. તેણે જકાર્તા ઈન્ટરનેશનલ સ્કૂલમાંથી હાઈસ્કૂલનો અભ્યાસ કર્યો. બાદમાં તેમણે અમેરિકાની યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયાની વોર્ટન સ્કૂલમાંથી અર્થશાસ્ત્રમાં સ્નાતકનો અભ્યાસ કર્યો છે. જકાર્તા ઈન્ટરનેશનલ સ્કૂલની ફી લાખો રૂપિયામાં હોય છે.


Education Loan Information:

Calculate Education Loan EMI