Gujarat Educational News: ગુજરાત સરકારે એક મોટો નિર્ણય લીધો છે. સરકારી, ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં નવા વોકેશનલ વિષયો દાખલ કરવામાં આવ્યા છે.


શિક્ષણ મંત્રીએ શું કર્યુ ટ્વિટ અને કેમ લેવામાં આવ્યો નિર્ણય


 શૈક્ષણિક સત્ર વર્ષ 2022માં સમગ્ર શિક્ષા અંતર્ગત રાજ્યની 589 માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સરકારી-અનુદાનિત શાળાઓમા જુદાજુદા 13 ટ્રેડમાં વોકેશનલ વિષય દાખલ કરવામાં આવ્યા છે. આ નિર્ણયથી વિદ્યાર્થીઓના વ્યવસાયલક્ષી જ્ઞાનમાં વધારો થશે તેમજ વોકેશનલ સ્કિલની દિશામાં આગળ વધવાની તકો મળી રહેશે તેમ શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ ટ્વિટ કર્યુ છે.


આ 13 વોકેશનલ વિષય કરાયા દાખલ


શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ જાહેરાત કરી કે, આ 13 નવા ટ્રેડમાં એગ્રિકલ્ચર એપરલ, ઓટોમેટિવ, બ્યુટી અને વેલનેસ, બીએફએસઆઈ, ઈલેક્ટ્રોનિક્સ, ફૂડ પ્રોસેસિંગ, આઈટી, રીટેઈલ, પ્લમ્બર, સ્પોર્ટ્સ એન્ડ ફીઝિકલ એજ્યુકેશન, ટુરિઝમ એન્ડ હોસ્પિટાલિટી અને હેલ્થ કેરનો સમાવેશ થાય છે. આ નવા વોકેશનલ સબ્જેક્ટથી વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણમાં આ ક્ષેત્રોમાં કારકિર્દી બનાવવામાં મદદ મળશે.




આ પણ વાંચોઃ


Rajkot: સૌરાષ્ટ્રના આ શહેરમાં સર્જાયા ફિલ્મી દ્રશ્યો, પોલીસ અને પરપ્રાંતીય ગેંગ વચ્ચે થયું સામ સામે ફાયરિંગ


Gujarat Assembly Election 2022: ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને લાગશે મોટો ફટકો, આ દિગ્ગજ નેતા છોડશે સાથ


Maruti Alto:  મારુતિ નવી અલ્ટોને વધુ પ્રીમિયમ બનાવશે, જાણો શું છે કારણ


Mehsana: બોગસ IELTS સર્ટિથી USAમાં પ્રવેશતા વધુ 7 પકડાયા, જાણો વિગત


Triranga Bike Rally: લાલ કિલ્લાથી સંસદ સુધી સાંસદોએ કાઢી તિરંગા બાઇક રેલી, ગુજરાતના સાંસદો થયા સામેલ


Education Loan Information:

Calculate Education Loan EMI