Gujarat Assembly Election: ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ સતત તૂટી રહી છે. હવે વધુ બે નેતા કોંગ્રેસ છોડશે. પૂર્વ ગૃહમંત્રી નરેશ રાવલ અને પૂર્વ સાંસદ રાજુ પરમાર કોંગ્રેસ સાથે છેડો ફાડી શકે છે.  નરેશ રાવલ અને રાજુ પરમાર જૂથવાદના કારણે કોંગ્રેસ છોડશે. બંને નેતાઓ પખવાડિયામાં ભાજપમાં સામેલ થઈ શકે છે.  રાજુ પરમાર sc સમુદાય ના મોટા નેતા છે, જ્યારે નરેશ રાવલ બ્રહ્મ સમાજનું પ્રતિનિધિત્વ કરે છે.


સૌરાષ્ટ્રના આ શહેરમાં સર્જાયા ફિલ્મી દ્રશ્યો, પોલીસ અને પરપ્રાંતીય ગેંગ વચ્ચે થયું સામ સામે ફાયરિંગ


રાજકોટમાં ગુનાખોરીનો ગ્રાફ દિવસને દિવસે વધી રહ્યો છે. ગુનેગારોને પોલીસની બીક ન હોય તેમ હવે ખાખી પર હુમલો કરી રહ્યા છે. રાજકોટના અક્ષરમાર્ગ પર આવેલી ચિત્રકૂટ સોસાયટીમાં મોડી રાત્રે પોલીસ અને પરપ્રાંતીય ગેંગ વચ્ચે સામ સામે ફાયરિંગ થયું હતું. ઘટનામાં એક પી એસ આઈ અને ધાડપાડુ ગેંગના  બે સભ્યો ઘાયલ થયા હતા.


રાજકોટના અક્ષરમાર્ગ પર આવેલ ચિત્રકૂટ સોસાયટીમાં મોડી રાત્રે ધાડપાડુ ગેંગ ત્રાટકે તે પહેલાં SOG ટીમ ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં બંને પક્ષોએ સામ સામે ફાયરિંગ કર્યુ હતું. ધાડપડું ગેંગના સભ્યો પોલીસે દબાવી રાખ્યા હતા. ઉપરાંત પોલીસની રિવોલ્વર પણ આચકી લેવાનો પ્રયાસ થયો હતો. ઘટના બાદ પોલીસે મોડી રાત્રે આખો વિસ્તાર કોર્ડન કર્યો હતો અને ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળ પર દોડી ગયા હતા.


આમ આદમી પાર્ટીએ નરેશ પટેલના કયા નજીકના વ્યક્તિને આપી ટિકિટ ?


ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ આમ આદમી પાર્ટીએ ઉમેદવારોનું પ્રથમ લિસ્ટ જાહેર કર્યુ છે. આ યાદીની જાહેરાત સાથે આમ આદમી પાર્ટી ચૂંટણીની જાહેરાત પહેલા ઉમેદવાર જાહેર કરનાર પાર્ટી બની ગઈ છે. સ્વચ્છ છબી અને શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારોને સ્થાન આપવામાં આવ્યું છે.


શિવલાલ બારસિયા


આમ આદમી પાર્ટી દ્વારા રાજકોટ દક્ષિણ પરથી શિવલાલ બારસિયાને ટિકિટ આપવામાં આવી છે. તેઓ રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પૂર્વ પ્રમુખ છે.  ખોડલધામ સાથે જોડાયેલા હોવાના કારણે તેઓ શિવલાલ બારસિયા નરેશ પટેલના પણ નજીક છે. શિવલાલ બારસિયાનું મૂળ ગામ ગોંડલ તાલુકાનું ગુંદસરા છે .વર્ષોથી વેપારીઓ અને ઉધોગપતિઓમાં ખાસી પકડ ધરાવે છે. અગાઉ કોર્પોરેટર તરીકે લડ્યા હતા, જેમાં તેમની હાર થઈ હતી.


રાજકોટ મનપામાં વિપક્ષ નેતાની ફરજ બજાવી ચુક્યા છે વશરામ સાગઠીયા


રાજકોટ વિધાનસભા 71ની સીટ પરથી  આમ આદમી પાર્ટીએ વશરામ સાગઠીયાને ટિકિટ આપી છે. સાગઠિયાનું મૂળ ગામ બોટાદનું પાળીયાદ છે. વશરામ સાગઠીયા રાજકોટ મનપામાં વિરોધ પક્ષના પૂર્વ નેતા તરીકે ફરજ બજાવી ચૂક્યા છે.  વર્ષ 2017માં પણ આજ બેઠક પરથી તેઓ ચૂંટણી લડ્યા હતા. વશરામ સાગઠીયા દલિત નેતા તરીકે છાપ ધરાવે છે.