Gandhinagar News: ગુજરાતની સરકારી-ગ્રાન્ટેડ સ્કૂલોમાં (government and granted schools of Gujarat) શિક્ષકોની હજાર જગ્યાઓ (teacher’s vacancy) ખાલી છે ત્યારે સરકારે કાયમી ભરતી (permanent recruitment) કરવાને બદલે ગત વર્ષે જ્ઞાન સહાયકની યોજના (Gyan sahayak yojana) લાગુ કરીને 11 માસ માટે કરાર આધારીત શિક્ષકોની ભરતી કરતા રાજ્યભરમાં ઉગ્ર વિરોધ સાથે રોષ ભભૂકી ઉઠ્યો હતો. આ દરમિયાન આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (Gujarat CM Bhupendra Patel) ઐતિહાસિક નિર્ણય કર્યો છે. જે મુજબમાં રાજ્યમાં આગામી ત્રણ મહિનામાં 7500 જેટલા TAT Secondary અને TAT higher Secondary પાસ ઉમેદવારોની કાયમી ભરતી કરાશે તેમ પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું.


TET-1 અને TET-2 ઉમેદવારોની પણ ભરતી પ્રક્રિયા હાથ ટૂંક સમયમાં હાથ ધરાશે


મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે ગાંધીનગર ખાતે મળેલી કેબિનેટ બેઠકમાં થયેલ ચર્ચા સંદર્ભે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતુ કે, રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સરકારી અને ગ્રાન્ટ-ઇન-એડ શાળાઓમાં આગામી ત્રણ મહિનામાં 7,500 જેટલા શિક્ષકોની કાયમી ભરતી કરાશે. રાજ્યની ગ્રાન્ટ-ઇન-એડ શાળાઓમાં TAT-Secondary અને TAT- Higher Secondary પાસ ઉમેદવારોની યોગ્યતાના આધારે કસોટી પ્રમાણે કાયમી ભરતી કરાશે. TET-1 અને TET-2 ઉમેદવારોની પણ ભરતી પ્રક્રિયા હાથ ટૂંક સમયમાં હાથ ધરવામાં આવશે.


રાજ્યમાં છેલ્લા 10 વર્ષમાં કેટલા શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવી

વધુ વિગતો આપતા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, માધ્યમિક એટલે કે ઘોરણ 9 અને ઘોરણ 10ની સરકારી શાળામાં કુલ 500 અને ગ્રાન્ટ-ઇન-એડ શાળામાં 3,000 એમ કુલ 3500 TAT-1 પાસ થયેલા ઉમેદવારોની ભરતી કરાશે.  જ્યારે ઉચ્ચર માધ્યમિક એટલે કે ઘોરણ 11 અને ઘોરણ 12માં સરકારી શાળામાં 750 અને ગ્રાન્ટ -ઇન – એડ શાળામાં 3250 એમ મળીને TAT-2 ના કુલ 4000 જેટલા ઉમેદવારોની ભરતી કરાશે. મંત્રીએ વધુમા કહ્યું કે, તાજેતરમાં 1500 જેટલા HMAT પ્રિન્સીપાલની ભરતી રાજ્યની ગ્રાન્ટ ઇન એડ શાળાઓમાં કરવામાં આવી છે. અત્રે નોંધનીય છે કે, રાજ્યમાં છેલ્લા 10 વર્ષમાં કુલ 18,382 જેટલા શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવી છે.


ઉલ્લેખનીય છે કે 18મી જૂનના રોજ TET-TATના પાસ ઉમેદવારો ગાંધીનગર ખાતે આવેલા પથિકાશ્રમ પાસે એકઠા થયા હતા અને આંદોલન શરૂઆત કરી હતી. જેને પગલે પોલીસ એક્શન મોડમાં આવી ગઈ હતી અને ઉમેદવારોની ટિંગાટોળી કરી અટકાયતનો દૌર શરૂ કર્યો હતો.


Education Loan Information:

Calculate Education Loan EMI