How to become ENT specialist: જો તમે બારમા ધોરણ પછી મેડિકલ ક્ષેત્રમાં પ્રવેશ કરવા માંગો છો તો તમારી પાસે ઘણા ઓપ્શન હોય છે. આવી જ એક બ્રાન્ચ ઇએનટી નિષ્ણાત એટલે કે એવા ડોક્ટર્સ જે કાન, નાક, ગળાના નિષ્ણાત હોય છે અને તેને લગતા રોગોની સારવાર કરે છે. તમે તમારી રેન્ક અને પસંદ અનુસાર સ્પેશિયલાઇઝેશન માટે બ્રાન્ચની પસંદગી કરી શકો છો.


ઉમેદવારો કે જેઓ મેડિકલની ફિલ્ડમાં આવ્યા બાદ ઇએનટી સ્પેશ્યાલિસ્ટ કામ કરવાનું પસંદ કરે છે, તેઓ કાન, નાક, ગળું, માથું, ગરદન, સાઇનસ, સાંભળવાની સમસ્યા, બેલેન્સ, શ્વાસ, ઊંઘ, એલર્જી, સ્કિન ડિસઓર્ડર, ચહેરાની પ્લાસ્ટિક સર્જરી જેવા અનેક સમસ્યાઓ અથવા એરિયાને ડીલ કરી શકે છે. સામાન્ય શરદીથી લઈને અન્ય મોટી સમસ્યાઓ સુધી તેઓ આ ત્રણેય અંગો સાથે જોડાયેલી તમામ સમસ્યાનો ઉકેલ લાવે છે.


પસંદગી કેવી રીતે થાય છે


ઇએનટી નિષ્ણાત બનતા પહેલા તમારે મેડિકલ એટલે કે એમબીબીએસનો અભ્યાસ કરવો પડશે. આ માટે ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજીમાં ઓછામાં ઓછા 50 ટકા માર્ક્સ સાથે 12મું પાસ હોવું જરૂરી છે. તે પછી NEET પ્રવેશ પરીક્ષા આપીને મેડિકલ ઇન્સ્ટિટ્યૂટમાં સીટ મેળવવી પડશે.


MBBS પછી તમે સ્પેશિયલાઇઝેશન તરીકે ENT પસંદ કરી શકો છો. આ માટે તમારે ફરીથી પીજી માટે પ્રવેશ પરીક્ષા પાસ કરવી પડશે. પ્રવેશ પરીક્ષા પાસ કર્યા પછી જ રેન્ક અને સીટની ઉપલબ્ધતા અનુસાર કોલેજ મળે છે. અહીંથી તમે ENT નો અભ્યાસ કરી શકો છો.


તમે આ અભ્યાસક્રમોમાં પ્રવેશ લઈ શકો છો, જેની યાદી નીચે મુજબ છે


MSc (માસ્ટર ઓફ સાયન્સ) ઓટોલેરીંગોલોજી


MS (માસ્ટર ઓફ સર્જરી) ઓટોલેરીંગોલોજી


એમએસ (માસ્ટર ઓફ સર્જરી) ઓટોરહિનોલેરીંગોલોજી


MS (માસ્ટર ઓફ સર્જરી) ENT


ડીએનબી (ડિપ્લોમેટ ઓફ નેશનલ બોર્ડ) ઇએનટી


એમડી (માસ્ટર ઓફ ડોક્ટર) ઓટોલેરીંગોલોજી


એમડી (માસ્ટર ઓફ ડોક્ટર) ENT


 


કેટલી કમાણી થાય છે


કમાણી એ વાત પર આધાર રાખે છે કે તમે કેવા પદ પર કામ કરો છો.  જેમ જેમ અનુભવ વધે છે તેમ તેમ કમાણી પણ વધે છે. પ્રારંભિક તબક્કામાં તેમનો સરેરાશ પગાર રૂ. 90,000 થી રૂ. 1 લાખ પ્રતિ મહિને હોઈ શકે છે. બાદમાં તે દર મહિને 4-5 લાખ રૂપિયા સુધી પહોંચી શકે છે.


Join Our Official Telegram Channel:


https://t.me/abpasmitaofficial


Education Loan Information:

Calculate Education Loan EMI