ESIC Jobs 2022: એમ્પ્લોઈઝ સ્ટેટ ઈન્સ્યોરન્સ કોર્પોરેશને એક જાહેરનામું બહાર પાડ્યું છે.  તે પ્રમાણે ESICમાં 33 સ્પેશિયાલિસ્ટ ગ્રેડ-2 (સિનિયર સ્કેલ) ની જગ્યાઓ પર ભરતી થવાની છે. જે માટે લાયક ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી રહી છે. આ ભરતી હૈદરાબાદ અને ચેન્નઈ માટે કરવામાં આવી રહી છે. આ ખાલી જગ્યા માટે અરજી કરવા માટે, ઉમેદવારોએ નિયત ફોર્મેટ ભરીને નીચે આપેલા સરનામે મોકલવાનું રહેશે. ઉમેદવારો આ અભિયાન માટે 27 ડિસેમ્બર સુધી અરજી કરી શકે છે.


અહેલાવ પ્રમાણે  ESICમાં કાર્ડિયોલોજી, કાર્ડિયો-થોરાસિક, એન્ડોક્રિનોલોજી, ગેસ્ટ્રોએન્ટેરોલોજી, નેફ્રોલોજી, ન્યુરોલોજી, ન્યુરો સર્જરી, કેન્સર સર્જરી, યુરોલોજી, પીડિયાટ્રિક સર્જરી, પ્લાસ્ટિક સર્જરી, થોરાસિક સર્જરી વગેરે સંબંધિત જગ્યાઓ ભરવા માટે આ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ જગ્યાઓ માટે અરજી કરનારા ઉમેદવારોએ મેડિકલ કાઉન્સિલ ઑફ ઈન્ડિયા દ્વારા માન્યતા પ્રાપ્ત કોઈપણ યુનિવર્સિટીમાંથી MBBS તેમજ DM, MCh, PG અથવા તેને સંબંધિત કોર્સ કરેલો હોવો જોઈએ. આ સાથે સંબંધિત ક્ષેત્રમાં કામ કરવાનો અનુભવ હોવો જોઈએ.


વય મર્યાદા કેટલી? 


ભરતી માટે અરજી કરનારા ઉમેદવારોની ઉંમર 27 ડિસેમ્બર 2022ના રોજ 45 વર્ષથી વધુ ન હોવી જોઈએ. જ્યારે અનામત વર્ગના ઉમેદવારોને મહત્તમ વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે.


પગાર ધોરણ શું? 


આ પોસ્ટ્સ પર પસંદગી પામેલા ઉમેદવારોને 78,800 રૂપિયા માસિક પગાર આપવામાં આવશે.


અરજી કરવા માટેની ફી


ભરતી માટે અરજી કરવા માટે ઉમેદવારોએ અરજી ફી ચૂકવવાની રહેશે. જનરલ કેટેગરીના ઉમેદવારોએ 500 રૂપિયાનો ડિમાન્ડ ડ્રાફ્ટ આપવો પડશે. જ્યારે SC/ST/ભૂતપૂર્વ સૈનિક/મહિલા ઉમેદવારોને ફીમાંથી મુક્તિ આપવામાં આવશે.


કેવી રીતે થશે પસંદગી? 


આ પદો માટે ઉમેદવારોની પસંદગી ઇન્ટરવ્યુ અને અનુભવના આધારે કરવામાં આવશે.


આ સરનામે મોકલો અરજીઓ 


હૈદરાબાદ સરનામું- પ્રાદેશિક નિયામક, ESI કોર્પોરેશન, પંચદીપ ભવન, 5-9-23, હિલ ફોર્ટ રોડ, આદર્શ નગર, હૈદરાબાદ- 500063 તેલંગાણા.


તમિલનાડુ સરનામું- પ્રાદેશિક નિયામક, ESI કોર્પોરેશન, પંચદીપ ભવન, 143, સ્ટર્લિંગ રોડ, ચેન્નઈ-600034 તમિલનાડુ.


 


 હવે રસ્તાઓ પર નહીં જોવા મળે જૂના સરકારી વાહનો, જાણો શું છે સરકારનો નવો નિર્ણય


 કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ નાગપુરમાં શરૂ થયેલા વાર્ષિક 'એગ્રો-વિઝન' કૃષિ પ્રદર્શનના ઉદ્ઘાટન સમારોહ પ્રસંગે જાહેરાત કરી છે કે ભારત સરકારમાં ઉપયોગમાં લેવાતા 15 વર્ષથી વધુ જૂના વાહનોને સ્ક્રેપ કરવામાં આવશે. તેમણે માહિતી આપી છે કે આ નીતિ વિશે રાજ્યોને જાણ કરવામાં આવી છે.


ગડકરીએ માહિતી આપી હતી કે, "ગઈકાલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ, તેમણે એક ફાઇલ પર હસ્તાક્ષર કર્યા હતા, જેમાં કહેવામાં આવ્યું છે કે ભારત સરકારના તમામ વાહનો જે 15 વર્ષ પૂર્ણ કરી ચૂક્યા છે તેમને સ્ક્રેપમાં મોકલવામાં આવશે. આ નીતિ રાજ્ય કક્ષાએ લાગુ કરવામાં આવશે.”


Education Loan Information:

Calculate Education Loan EMI