VADODARA : વડોદરામાં મહારાજા સયાજીરાવ ગાયકવાડ (Maharaja Sayajirao Gaekwad)એ સ્થાપેલી અને સરદાર વલ્લભભાઈ પટેલ (Sardar Vallabhbhai Patel) વડોદરાની જે શાળામાં ભણ્યા હતા એ એક્સપરિમેન્ટલ સ્કૂલ (Experimental school Vadodara) નું અંગ્રેજી માધ્યમ બંધ થવાના એંધાણ દેખાઈ રહ્યાં છે. એમ.એસ.યુનિવર્સિટી સંચાલકોના ગેર વહીવટના કારણે એક્સપરિમેન્ટલ સ્કૂલના ચાર શિક્ષકોએ નોકરી છોડી દીધી છે, તો પગાર નહીં મળતા અન્ય શિક્ષકો પણ શાળાએ આવી રહ્યા નથી.
ચાર શિક્ષકોએ રાજીનામા આપ્યાં, બે ને પગાર નથી ચૂકવાયા
વડોદરાની જે સ્કૂલમાં સરદાર વલ્લભભાઈ પટેલ ભણ્યા હતા અને મહારાજા સયાજીરાવ ગાયકવાડે 1916માં શાળાની સ્થપાના હતી તે એક્સપરિમેન્ટલ સ્કૂલને એમ.એસ. યુનિવર્સીટીના સત્તાધીશો બંધ કરવાનું ષડયંત્ર રચી રહ્યાં હોય તેમ લાગી રહ્યું છે. એક્સપરિમેન્ટલ સ્કૂલના અંગ્રેજી માધ્યમમાં પગાર નહિ થતાં બે શિક્ષકોએ આવવાનું બંધ કરી દીધું છે, તો ચાર શિક્ષકે રાજીનામું આપી દીધું છે જ્યારે સ્કૂલના 3 શિક્ષકો પેપર ચેકીંગમાં રોકાયેલા છે, ત્યારે સ્કૂલ કેવી રીતે ચલાવવી તેવો પત્ર એક્સપરિમેન્ટલ સ્કૂલના અંગ્રેજી માધ્યમના આચાર્યએ યુનિવર્સિટીના સત્તાધીશોને લખ્યો છે.
પગારનું બિલ યુનિવર્સિટીએ નથી મંજુર કર્યું
શિક્ષકોના પગાર ચૂકવવા માટે સ્કૂલના આચાર્યએ યુનિવર્સિટીને બિલ મોકલી આપ્યું છે, પણ એમ.એસ યુનિવર્સિટીની હેડ ઓફિસના સત્તાધીશોએ આજદિન સુધી બિલ મંજૂર કર્યું નથી. એટલું જ નહીં શાળાનો ગંભીર મુદ્દો હોવા છતાં યુનિવર્સીટીની સિન્ડિકેટની બેઠકમાં વિચારણા માટે પણ આ મુદ્દો મુકાયો ન હતો.
યુનિવર્સિટી સત્તાધીશોએ કર્યો લુલો બચાવ
શાળાના આચાર્ય અને અન્ય શિક્ષકો કેમેરા સામે બોલતા ખચકાય રહ્યાં છે પણ ગણગણાટ જરૂર કરી રહ્યાં છે કે શાળાના અંગ્રેજી માધ્યમના બાળકોને કેવી રીતે ભણાવવા? જોકે યુનિવર્સિટી સત્તાધીશો પોતાનો લુલો બચાવ કરતા કહી રહ્યાં છે કે અમે શાળા ચાલું જ રાખીશું અને અન્ય શિક્ષકોની ભરતી પણ કરીશું.
યુનિવર્સિટીની બે મોઢાની વાત સ્પષ્ટ થઈ રહી છે એક તો જે શિક્ષકો ભણાવી રહ્યા છે તેમને પગાર ચૂકવાઈ રહ્યો નથી જેથી શિક્ષકો શાળા છોડી જઈ રહયા છે બીજી બાજુ નવા શિક્ષકોની ભરતીની વાત કરતા યુનિવર્સિટી સત્તાધીશો થાકી નથી રહ્યા.
Education Loan Information:
Calculate Education Loan EMI