Kendriya Vidyalaya Class One Admissions Last Date Extended: કેન્દ્રિય વિદ્યાલય સંગઠન (Kendriya Vidyalaya Sangthan)એ ક્લાસ વનમાં એડમિશન માટે અરજી કરવાની અંતિમ તારીખમાં વધુ બે દિવસનો વધારો કર્યો છે. આવું દિલ્હી હાઇકોર્ટમાં ચાલી રહેલી સુનાવણીના કારણે થયું છે. હવે કેન્દ્રિય વિદ્યાલય ક્લાસ વન માટે રજિસ્ટ્રેશન (KVS Class One Registrations) 11 એપ્રિલ 2022 સુધી કરાવી શકાશે. તે વાલીઓ જે પોતાના બાળકોનું કેન્દ્રિય વિદ્યાલયમાં એડમિશન કરાવવા માંગે છે તે કેવીએસની સત્તાવાર વેબસાઇટ kvsonlineadmission.kvs.gov.in પર જઇને એપ્લાય કરી શકે છે.


 આ કારણે અંતિમ તારીખમાં કરાયો વધારો


 કેન્દ્રીય વિદ્યાલયોમાં પ્રવેશ માટે લઘુત્તમ વય મર્યાદા 6 વર્ષ કરવા સામે દિલ્હી હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીની સુનાવણીના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. દિલ્હી હાઈકોર્ટે KVS સંસ્થાને આગામી સુનાવણી સુધી અરજીની છેલ્લી તારીખ લંબાવવા કહ્યું હતું. આગામી સુનાવણી બે દિવસ પછી યોજાશે.


નોંધનીય છે કે અગાઉ રજિસ્ટ્રેશન માટેની અંતિમ તારીખ 21 માર્ચથી વધારીને 11 એપ્રિલ કરી દેવામાં આવી હતી. કેન્દ્ર સરકાર તરફથી આ મામલે દલીલ કરતા સોલિસિટર જનરલ ચેતન શર્માએ આગ્રહ કર્યો હતો કે કોર્ટ આ મામલામાં હસ્તક્ષેપ ના કરે કારણ કે આ દેશની અસર આખા દેશ પર પડશે. 21 રાજ્ય તેને લાગુ કરી ચૂક્યા છે. અને આ સ્કૂલ કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે છે કારણ કે તેઓની ટ્રાન્સફર થતી રહે છે. તેમણે એમ પણ કહ્યું કે નવી શિક્ષા નીતિ લાગુ કરનાર કેવી પ્રથમ સંસ્થા છે. ક્લાસ વનમાં એડમિશનની ઉંમર ફરીથી પાંચ વર્ષ કરવી યોગ્ય નથી.


આ પણ વાંચોઃ 


 


હાર્દિક પંડ્યાની પત્ની Natasa Stankovicએ સ્વિમસૂટ પહેરીને પૂલમાં બતાવ્યો હૉટ અવતાર, વીડિયો વાયરલ


Tips: કામ કરતી વખતે વારંવાર ગરમ થઇ જાય છે લેપટૉપ, તો આ રીતે કરો પ્રૉબ્લમ સૉલ્વ


ગુજરાતમાં કઈ જગ્યાએ કૉંગ્રેસને લાગ્યો મોટો ઝટકો, એક સાથે 92 આગેવાનોએ આપી રાજીનામાની ચીમકી


PBKS vs GT: તેવટીયાએ છેલ્લા 2 બોલમાં 2 સિક્સ મારી ગુજરાતને જીત અપાવી, વીડિયોમાં જુઓ એ જીતની ક્ષણો


 


 


Education Loan Information:

Calculate Education Loan EMI