Fact Check: ગુજરાત બોર્ડની પરીક્ષા ટૂંક સમયમાં શરૂ થવાની છે, જ્યારે કેટલાક રાજ્યોમાં બોર્ડ પરીક્ષા શરૂ થઈ ગઈ છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક મેસેજ વાયરલ થયો છે. જેમાં બોર્ડની પરીક્ષા નહીં લેવામાં આવે તેવો દાવો કરવામાં આવ્યો છે.


સોશિયલ મીડિયા વોટ્સએપ મેસેજમાં દાવો કરવામાં આવ્યો છે કે નવી શિક્ષા નીતિ અંતર્ગત ધો.10 બોર્ડની પરીક્ષા નહીં યોજાય. જેને લઈ પીઆઈબી ફેક્ટ ચેકે ટ્વિટ કરીને લખ્યું, આ દાવો ખોટો છે. શિક્ષણ મંત્રાલય દ્વારા આવો કોઈ આદેશ આપવામાં આવ્યો નથી.




નોંધનીય છે કે, પીઆઈબી ફેક્ટ ચેક કેન્દ્ર સરકારની પોલિસી- સ્કીમ, વિભાગો, મંત્રાલયોને લઈને ફેલાતી ખોટી સૂચનાઓને રોકવા માટેનું કામ કરે છે. સરકારથી જોડાયેલી કોઈ પણ ખબર સાચી છે કે ખોટી તે જાણવા માટે પીઆઈબી ફેક્ટ ચેકની મદદ લઈ શકાય છે. પીઆઈબી ફેક્ટ ચેકને કોઈ પણ સંદેહાત્મક સમાચારનો સ્ક્રિનશોટ, ટ્વિટ, ફેસબુક પોસ્ટ અથવા યુઆરએલ વોટ્સએપ નંબર 918799711259 પર મોકલી શકો છો. અથવા પછી pibfactcheck@gmail.com પર મેઈલ કરી શકો છો.


આ પણ વાંચોઃ


Popular Used Cars In India: ભારતમાં આ યૂઝ્ડ કાર્સ છે લોકપ્રિય, જાણો કઈ કઈ છે


સ્નેહ રાણાની કાતિલ બોલિંગ, ભારતે બાંગ્લાદેશને 110 રનથી હાર આપી સેમિફાઇનલની આશા જીવંત રાખી


The Kashmir Files: કાશ્મીર ફાઈલ્સ ફિલ્મ બતાવવા આ શહેરમાં લગાવાઈ કલમ 144, જાણો વિગત


UGC: સેન્ટ્રલ યુનિવર્સિટીમાં કોલેજમાં એડમિશન માટે કોમન એંટ્રેસ ટેસ્ટ ફરજિયાત, ગુજરાતીમાં પણ લેવાશે


Education Loan Information:

Calculate Education Loan EMI