આજથી રાજ્યભરમાં ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા શરૂ થશે. કોરોનાકાળ બાદ પહેલાવાર ધો.10 અને 12ના 14 લાખ 98 હજાર 430 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. સવારે 10થી બપોરે સવા વાગ્યા દરમિયાન ધોરણ 10 ની પરીક્ષા યોજાશે. તો, ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા સવારે અને બપોરે એમ બે તબક્કામાં લેવાશે.


પરીક્ષા શરૂ થાય તે પહેલાં સવારે 8 વાગ્યાથી પ્રશ્નપત્રો પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડવાની પ્રક્રિયા હાથ ધરાશે. પરીક્ષા કેન્દ્ર આસપાસ 100 મીટરમાં 4થી વધુ લોકો એકત્ર નહીં થઈ શકે. તો પરીક્ષા કેન્દ્ર આસપાસ ઝેરોક્ષ કેન્દ્રો પણ બંધ રાખવા આદેશ અપાયો.


બોર્ડની પરીક્ષાને લઈને અનદાવાદ પોલીસ કમિશનરે જાહેરનામુ બહાર પાડ્યું છે. પરીક્ષા કેન્દ્ર આસપાસ ૧૦૦ મીટરમાં ૪થી વધુ લોકો એકત્ર નહિ થઈ શકે. પરીક્ષા કેન્દ્ર આસપાસના ઝેરોક્ષ કેન્દ્રો બંધ રાખવા આદેશ આપવામાં આવ્યા છે. પરીક્ષા કેન્દ્રો આસપાસ લાઉડ સ્પીકર પર પ્રતિબંધ રહેશે. ૨૮માર્ચથી ૧૨ એપ્રિલ દરમિયાન આ જાહેરનામું લાગુ રહેશે. પરીક્ષા સ્થળ પર બિન અધિકૃત વ્યક્તિના પ્રવેશ પર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.


ધો.૧૦ની પરીક્ષા રાજયના ૮૧ ઝોનમાં ૯૫૮ કેન્દ્રોમાં ૩૧૮૨ બિલ્ડીંગોના ૩૩૩૨૧ બ્લોકમાં લેવાશે.ધો.૧૨ સામાન્ય પ્રવાહ અને સાયન્સની પરીક્ષા રાજ્યના ૫૬ ઝોનમાં ૬૬૭ કેન્દ્રોમા ૧૯૧૨ બિલ્ડીંગમાં ૧૯૦૨૬ બ્લોકમાં લેવાશે. આ વર્ષ ધો.૧૦માં દોઢ લાખ જેટલા વિદ્યાર્થી ઘટતા ૯,૬૪,૫૨૯ વિદ્યાર્થી નોંધાયા છે.


ધો.૧૦ની પરીક્ષા સવારે ૧૦થી બપોરના ૧૩ઃ૧૫ સુધી લેવાશે. ધો.૧૨ સામાન્ય પ્રવાહમાં ૪,૨૫,૮૪૩ વિદ્યાર્થી નોંધાયા છે અને કેટલાક વિષયોની પરીક્ષા સવેરા ૧૦ઃ૩૦થઈ ૧ઃ૪૫ તેમજ મોટા ભાગના વિષયોની પરીક્ષા બપોરના ૩થી સાંજના ૬ઃ૧૫ સુધી છે. ધો.૧૨ સાયન્સમાં ૧,૦૮,૦૬૭ વિદ્યાર્થીઓ છે.૧૨ સાયન્સની પરીક્ષા બપોરના ૩થી સાંજના ૬ઃ૩૦ સુધી લેવાશે. બોર્ડ પરીક્ષા ૧૨ એપ્રિલ સુધી ચાલશે.


ગુજરાતના તમામ પરીક્ષા કેન્દ્રોમાં સીસીટીવીની વ્યવસ્થા છે અને સાથે દરેક કેન્દ્રમાં સીસીટીવી રેકોર્ડિંગનું સુપરવિઝન પણ કરવામા આવશે. સંવેદનશીલ અને અતિસંવેદનશીલ કેન્દ્રો પર જિલ્લા લેવલે સ્કવોડ મોકલાશે અને દરેક જિલ્લામાં કલેકટર દ્વારા વર્ગ ૧-૨ના અધિકારીઓને પરીક્ષા સ્થળનું મોનિટરિંગ સોંપવામા આવ્યુ છે.


Education Loan Information:

Calculate Education Loan EMI