School Open: આજથી ધો.1થી ધો.12માં પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં વર્ષ 2023-24 માટેના નવા શૈક્ષણિક સત્રનો આરંભ થઇ રહ્યો છે. 35 દિવસના વેકેશન બાદ શાળાઓ શરૂ થવા જઈ રહી છે. ધો.9થી ધો.12ની પ્રથમ પરીક્ષા તા.3 ઓક્ટોબરથી 12 ઓક્ટોબર દરમિયાન લેવામાં આવશે. શૈક્ષણિક વર્ષ 2023-24 માટે ધો.9થી ધો.12માં સંપૂર્ણ અભ્યાસક્રમ રહેશે. પ્રથમ પરીક્ષા માટે જૂનથી સપ્ટેમ્બર સુધીનો કોર્સ રહેશે. ધો.10 અને 125ની પ્રિલિમમાં સંપૂર્ણ કોર્સ હશે.
પ્રથમ સત્રમાં અભ્યાસના કેટલા દિવસો?
જૂન - 22
જુલાઈ - 25
ઓગષ્ટ - 24
સપ્ટેમ્બર - 23
ઓક્ટોબર - 23
નવેમ્બર - 08
બીજા સત્રમાં અભ્યાસના કેટલા દિવસો?
ડિસેમ્બર - 25
જાન્યુઆરી - 26
ફેબ્રુઆરી - 25
માર્ચ - 23
એપ્રિલ - 23
મે - 04
શૈક્ષણિક સત્ર અને દિવાળી વેકેશન જાહેર કરાયા છે તે મુજબ પ્રથમ સત્ર તા.5 જૂન,2023થી 8 નવેમ્બર, 2023 દરમિયાન 124 દિવસનું રહેશે. જ્યારે દિવાળી વેકેશન તા.9થી 29 નવેમ્બર સુધી 21 દિવસનું જાહેર કરાયું છે.
નવા શૈક્ષણિક વર્ષમાં પ્રાથમિક શાળાઓમાં ધો.1માં હવે 6 વર્ષ પૂર્ણ કર્યા હોય તેવા બાળકોને જ એડમિશન મળશે. જ્યારે 5 વર્ષના બાળકોને બાલ વાટિકામાં પ્રવેશ મળશે.
વિવિધ સ્ટેશનરીની દુકાનો ખાતે ભારે ભીડ જોવા મળી રહી છે. જો કે ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે સ્કૂલ બેગ, કંપાસ બોક્સ, પેન, પેન્સિલ, નોટો, ચોપડીઓ સહિતની વિવિધ શૈક્ષણિક સામગ્રીના ભાવમાં 20 ટકા જેટલો ભાવવધારો જોવા મળી રહ્યો છે. હાલના હરિફાઈના યુગમાં શિક્ષણનો વ્યાપ વધવાની સાથે સાથે દિન-પ્રતિદિન શિક્ષણ મોંઘુ બની રહ્યું છે.
શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪ માટે વિવિધ પરીક્ષાની તારીખો:-
- ધો-૧૦ અને ૧૨ની પૂરક પરીક્ષા તારિખ : તા.૧૦/૦૭/૨૦૨૩ થી તા.૧૪/૦૭/૨૦૨૩
- પ્રથમ પરીક્ષા : તા.૦૩/૧૦/૨૦૨૩ થી તા.૧૨/૧૦/૨૦૨૩
- પ્રિલિમ/દ્વિતીય પરીક્ષા : તા.૨૯/૦૧/૨૦૨૪ થી તા.૦૭/૦૨/૨૦૨૪
- પ્રખરતા શોધ કસોટી : તા. ૦૯/૦૨/૨૦૨૪
- બોર્ડના વિષયની શાળા કક્ષાએ લેવાની પરીક્ષા સૈદ્ધાંતિક – પ્રાયોગિક : તા.૧૨/૦૨/૨૦૨૪ થી તા.૧૫/૦૨/૨૦૨૪
- પ્રાયોગિક પરીક્ષા : તા.૧૯/૦૨/૨૦૨૪ થી તા.૨૭/૦૨/૨૦૨૪
- શાળાકીય વાર્ષિક પરીક્ષા : તા.૦૮/૦૪/૨૦૨૪ થી તા.૨૦/૦૪/૨૦૨૪
શૈક્ષણિક સત્ર અને વેકેશનની વિગત
- પ્રથમ સત્ર : તા.૦૫/૦૬/૨૦૨૩ થી તા.૦૮/૧૧/૨૦૨૩ : કાર્ય દિવસ : ૧૨૪
- દિવાળી વેકેશન : તા.૦૯/૧૧/૨૦૨૩ થી તા.૨૯/૧૧/૨૦૨૩ : રજાના દિવસ : ૨૧
- દ્વિતીય સત્ર : તા.૩૦/૧૧/૨૦૨૩ થી તા.૦૫/૦૫/૨૦૨૪ : કાર્ય દિવસ : ૧૨૭
- ઉનાળુ વેકેશન : તા.૦૬/૦૫/૨૦૨૪ થી તા.૦૯/૦૬/૨૦૨૪ : રજાના દિવસ : ૩૫
- નવુ શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૫ : તા.૧૦/૦૬/૨૦૨૪ સોમવારથી
આ પણ વાંચોઃ
ખુદનો વ્યવસાય શરૂ કરવા માંગો છો, તો સરકાર ગેરંટી વિના આપશે 10 લાખ રૂપિયાની લોન! જાણો અરજી કરવાની પ્રક્રિયા શું છે
Education Loan Information:
Calculate Education Loan EMI