GATE 2024 Information Brochure Released: ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સ, બેંગ્લૉરે GATE 2024 એટલે કે એન્જિનિયરિંગમાં ગ્રેજ્યૂએટ એપ્ટિટ્યુડ ટેસ્ટની માહિતી પુસ્તિકા બહાર પાડી છે. જેમાં પરીક્ષાને લગતી તમામ જરૂરી માહિતી આપવામાં આવી છે. જે ઉમેદવારો GATE 2024 પરીક્ષા માટે અરજી કરવા માગે છે તેઓ આ માહિતી પુસ્તિકા ડાઉનલૉડ કરી શકે છે. આ માટે કેન્ડિડેટ્સે IISC ગેટ 2024 ની ઓફિશિયલ વેબસાઇટની મુલાકાત લેવી પડશે, જેનું સરનામું gate2024.iisc.ac.in છે. તમામ મહત્વની માહિતી અને તારીખો અહીંથી જાણી શકાય છે.


આ તારીખ સુધી કરાવો રજિસ્ટ્રેશન - 
ગેટ 2024 પરીક્ષા માટે નોંધણી 30 ઓગસ્ટથી થઈ શકે છે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 29 સપ્ટેમ્બર 2023 છે. આ સાથે ઉમેદવારો લેટ ફી સાથે 13 ઓક્ટોબર, 2023 સુધી નોંધણી કરાવી શકે છે.


ક્યારે લેવાશે પરીક્ષા - 
ગેટ 2024ની પરીક્ષા 3, 4, 10 અને 11 ફેબ્રુઆરી 2024એ લેવામાં આવશે. વળી, સમયપત્રકમાં આપવામાં આવેલી માહિતી અનુસાર, આ પરીક્ષાનું પરિણામ 16 માર્ચ, 2024એ જાહેર કરવામાં આવશે. આ કામચલાઉ તારીખો છે જે ફેરફારને પાત્ર છે. લેટેસ્ટ અપડેટ્સ મેળવવા માટે સમય સમય પર ઓફિશિયલ વેબસાઇટ તપાસતા રહેવું વધુ સારું રહેશે.






ફી કેટલી આપવી પડશે - 
GATE 2024 પરીક્ષા માટે અરજી કરવા માટે સામાન્ય કેટેગરીના ઉમેદવારોએ 1800 રૂપિયા ફી ચૂકવવાની રહેશે અને SC, ST, PWD અને મહિલા ઉમેદવારોએ 900 રૂપિયાની ફી ચૂકવવાની રહેશે. બીજીબાજુ બે પેપર માટે અરજી કરનારા ઉમેદવારોએ ડબલ ફી ચૂકવવી પડશે.


કેટલાય કેન્દ્રો પર લેવાશે પરીક્ષા  - 
આ પરીક્ષા દેશભરના વિવિધ કેન્દ્રો પર લેવામાં આવશે. આ માટે 200 થી વધુ કેન્દ્રો ઉભા કરવામાં આવશે. આ પરીક્ષા દ્વારા માત્ર IIT, NIT વગેરે જેવી ઘણી સંસ્થાઓના માસ્ટર્સ પ્રોગ્રામમાં પ્રવેશ ઉપલબ્ધ નથી, તેમજ આ પરીક્ષા પાસ કરવાથી ઘણી નોકરીઓ માટે લાયક ગણવામાં આવે છે.


આટલા વર્ષ સુધી રહેશે માન્ય - 
GATE સ્કૉરકાર્ડ રિલીઝ થયા પછી 23 માર્ચથી 31 મે, 2024 સુધી ડાઉનલૉડ કરી શકાય છે. આ સમયે કોઈ ફી લેવામાં આવશે નહીં. જોકે, જો તમે આ તારીખ પછી સ્કૉરકાર્ડ ડાઉનલૉડ કરો છો, તો 500 રૂપિયાની ફી ચૂકવવી પડશે. તેને 1 જૂનથી 31 ડિસેમ્બર સુધી ફી સાથે ડાઉનલૉડ કરી શકાશે. આ સ્કૉરકાર્ડ પરિણામ જાહેર થયા પછી ત્રણ વર્ષ માટે માન્ય છે.


 


Education Loan Information:

Calculate Education Loan EMI