GIC Jobs 2024:  જનરલ ઈન્સ્યોરન્સ કોર્પોરેશને ભરતી માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. જે મુજબ સંસ્થામાં ઓફિસર સ્કેલ-1ની જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. જેના માટે ઉમેદવારો સત્તાવાર સાઇટ gicre.in પર જઈને અરજી કરી શકે છે. આ ભરતી અભિયાન માટેની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ઉમેદવારોએ અહીં આપેલા સ્ટેપને ફોલો કરીને 12 જાન્યુઆરી 2024 પહેલા ભરતી માટે અરજી કરી શકે છે. છેલ્લી તારીખ પછી ઉમેદવારો આ ભરતી માટે અરજી કરી શકશે નહીં. ઉમેદવારોએ ધ્યાનમાં રાખવું જોઈએ કે તેઓએ ફોર્મની હાર્ડ કોપી પણ સબમિટ કરવાની રહેશે. જેની છેલ્લી તારીખ 27 જાન્યુઆરી 2024 છે.


આ ભરતી અભિયાનમાં કુલ 85 જગ્યાઓ ભરવામાં આવશે. આ જગ્યાઓ માટે અરજી કરવાની લાયકાત અલગ રાખવામાં આવી છે. પોસ્ટ અનુસાર, ઉમેદવારે સંબંધિત ક્ષેત્રમાં BE/B.Tech/ગ્રેજ્યુએશન/ગ્રેજ્યુએશન ડિગ્રી/પોસ્ટ ગ્રેજ્યુએશન ડિગ્રી વગેરે પાસ કરેલ હોવું જોઈએ.


વય મર્યાદા


આ ભરતી માટે અરજી કરનારા ઉમેદવારોની ઉંમર ઓછામાં ઓછી 21 વર્ષ અને વધુમાં વધુ 30 વર્ષ હોવી જોઈએ.


આટલી અરજી ફી ચૂકવવી પડશે


આ ભરતી માટે અરજી કરનારા ઉમેદવારોએ અરજી ફી ચૂકવવાની રહેશે. અરજી કરનાર ઉમેદવારોએ 1,000 રૂપિયા ફી અને જીએસટી ચૂકવવો પડશે. SC, ST, PH અને અરજી કરનાર મહિલા ઉમેદવારોને ફીની ચૂકવણીમાંથી છૂટ આપવામાં આવી છે.


કેવી રીતે અરજી કરવી


-અરજી કરવા માટે ઉમેદવારો પહેલા સત્તાવાર વેબસાઇટ www.gicre.in પર જાવ.


-આ પછી વેબસાઇટના હોમપેજ પર આસિસ્ટન્ટ મેનેજર્સ (સ્કેલ I ઓફિસર્સ) ની લિંક પર ક્લિક કરો.


-ત્યારબાદ તમારી સામે એક નવું પેજ ખુલશે.


-હવે ઉમેદવારોએ આ પેજ પર New Registration પર ક્લિક કરીને નોંધણી કરાવી શકે છે.


-ત્યારબાદ ઉમેદવારે અન્ય માહિતી અને દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે.


આ પછી ઉમેદવારે હસ્તાક્ષર અને ફોટોગ્રાફ અપલોડ કરવાના રહેશે.


-પછી ઉમેદવારોએ અરજી ફી ચૂકવવી પડશે.


-આ પછી ઉમેદવારોએ ફોર્મ સબમિટ કરવાનું રહેશે.


-હવે ઉમેદવારો ફોર્મ ડાઉનલોડ કરીને તેને પ્રિન્ટ કરીને મોકલી દે.                                                                                         


Education Loan Information:

Calculate Education Loan EMI