દિલ્હી યુનિવર્સિટીએ આસિસ્ટન્ટ પ્રોફેસરની જગ્યાઓ માટે અરજીઓ આમંત્રિત કરી છે. આ ભરતી શ્રી ગુરુ તેગ બહાદુર ખાલસા કોલેજ માટે કરવામાં આવી છે. અરજી માટે માત્ર બે દિવસ જ બાકી રહ્યા છે. તેથી રસ ધરાવતા ઉમેદવારોએ શક્ય તેટલી વહેલી તકે અરજી કરવી જોઈએ. ઉપરાંત સત્તાવાર વેબસાઇટ colrec.du.ac.in પર જઈને ઑનલાઇન અરજી કરી શકો છો. ઉમેદવારોને સત્તાવાર નોટિફિકેશન વાંચવાની સલાહ આપવામાં આવે છે.
DU ભરતી 2022 માટેની મહત્વની તારીખો
અરજી કરવાની શરૂઆતની તારીખ - 5 માર્ચ
અરજી કરવાની છેલ્લી તારીખ - 20 માર્ચ
DU ભરતી 2022 માટે ખાલી જગ્યાની વિગતો
આસિસ્ટન્ટ પ્રોફેસર – 66 પોસ્ટ્સ
અંગ્રેજી – 7 પોસ્ટ્સ
પંજાબી – 5 પોસ્ટ્સ
હિન્દી – 3 પોસ્ટ્સ
અર્થશાસ્ત્ર – 4 પોસ્ટ્સ
ઇતિહાસ – 4 પોસ્ટ્સ
રાજકીય વિજ્ઞાન - 3 પોસ્ટ્સ
કોમર્સ – 11 પોસ્ટ્સ
ગણિત – 3 પોસ્ટ્સ
વનસ્પતિશાસ્ત્ર – 6 પોસ્ટ્સ
રસાયણશાસ્ત્ર – 2 પોસ્ટ્સ
ઈલેક્ટ્રોનિક્સ – 2 પોસ્ટ્સ
કોમ્પ્યુટર સાયન્સ – 5 પોસ્ટ્સ
ભૌતિકશાસ્ત્ર – 3 પોસ્ટ્સ
પ્રાણીશાસ્ત્ર – 6 પોસ્ટ્સ
પર્યાવરણ વિજ્ઞાન – 2 પોસ્ટ્સ
શૈક્ષણિક લાયકાત
આસિસ્ટન્ટ પ્રોફેસરના પદ માટે અરજી કરવા માટે ઉમેદવારો પાસે 55% ગુણ સાથે માન્ય યુનિવર્સિટીમાંથી સંબંધિત વિષયમાં અનુસ્નાતકની ડિગ્રી હોવી જોઈએ. આ સાથે, અરજદારે UGC NET અથવા CSIR NET પરીક્ષામાં પણ સફળ થવું આવશ્યક છે. વધુ વિગતો માટે ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ નોટિફિકેશન વાંચી શકે છે.
અરજી ફી
દિલ્હી યુનિવર્સિટી હેઠળ આસિસ્ટન્ટ પ્રોફેસરની જગ્યાઓ પર ભરતી માટે અરજી કરનારા જનરલ, OBC અને EWS કેટેગરીના ઉમેદવારોએ 500 રૂપિયાની અરજી ફી ચૂકવવી પડશે. SC, ST, દિવ્યાંગ અને મહિલા ઉમેદવારો માટે કોઈ અરજી ફી નથી.
આ પણ વાંચોઃ
Education Loan Information:
Calculate Education Loan EMI