Ukraine Russia War: રશિયા-યુક્રેન યુદ્ધનો આજે 24મો દિવસ છે. યુક્રેનમાં મિસાઇલ જ રશિયાનું સૌથી મોટું હથિયાર છે. રશિયા અત્યાર સુધીમાં 1000થી વધારે મિસાઇલ છોડી ચુક્યું છે. 24 દિવસોમાં યુક્રેનના શહેર ખંડેર બની ગયા છે. અમેરિકાએ દાવો કર્યો છે કે યુક્રેન પર અત્યાર સુધીમાં 1080થી વધારે મિસાઇલ છોડી છે.


યુકેનના રાષ્ટ્રપતિ ઝેલેંસ્કીએ કહ્યું અમે શક્ય હોય તેટલી રશિયન મિસાઇલ તોડી રહ્યા છીએ. અમારી પાસે પૂરતા મિસાઈલ વિરોધી હથિયાર ન હોવા છતાં અમે તેમના વિમાનો અને હેલિકોપ્ટર નાશ કરી રહ્યા છીએ. અમારી પાસે પૂરતા વિમાનો પણ નથી. પરંતુ અમારો ઈરાદો લોકોની રક્ષા કરવાનો છે.


રશિયાના હુમલામાં મહત્વનો રોલ નિભાવી રહી છે ક્રૂઝ મિસાઈલ


કેલિબર ક્રૂઝ મિસાઈન અવાજથી બમણી સ્પીડે દુશ્મનના ઠેકાણા પર ત્રાટકે છે. આ મિસાઇલ હવા, પાણી અને જમીન એમ ગમે ત્યાંથી લોંચ કરી શકાય છે. ક્રૂઝ મિસાઇલ હોવાના કારણે તે ટાર્ગેટ શોધીને વાર કરે છે. તેની મારક ક્ષમતા 1500 કિમીથી લઈને 2500 કિમી છે. આ મિસાઇલ અમેરિકાની ટોમ હોક ક્રૂઝ મિસાઇલ થી પણ વધારે ખતરનાક માનવામાં આવે છે.


60 વર્ષથી મોટી મહિલાઓ પર દુષ્કર્મ કરીને ફાંસી આપી રહ્યા છે રશિયન સૈનિક, યુક્રેનના સાંસદના આરોપથી ખળભળાટ


યુક્રેનના સાંસદે રશિયન સેના પર મોટો આરોપ લગાવ્યો છે. સાંસદે કહ્યું કે, રશિયન સૈનિકો યુક્રેનના શહેરોમાં બળાત્કાર કરી રહ્યા છે. તેમણે દાવો કર્યો કે, રશિયન સૈનિકો 60 વર્ષથી મોટી ઉંમરની મહિલાઓ પર બળાત્કાર કર્યા બાદ તેમને ફાંસી પર લટકાવી રહ્યા છે. યુક્રેનના વિપક્ષ હોલોસ પાર્ટીના સાંસદ લેસિયા વાસિલેંકોએ દાવો કર્યો કે, રશિયન સૈનિકો 60 વર્ષથી મોટી ઉંમરની મહિલાઓ પર રેપ કરી રહ્યા છે. હિંસાથી બચવા માટે અનેક મહિલાઓ યૌન શોષણ બાદ આત્મહત્યા કરી રહી છે. જ્યારે અમુક એટલી નબળી હતી કે રેપ બાદ મોતને ભેટી હતી.


લેસિયા વાસિલેંકોએ કહ્યું કે, યુદ્ધ દરમિયાન 60 વર્ષથી મોટી ઉંમરની મહિલાઓને બળાત્કાર બાદ મારી નાંખવામાં આવી કે તેમણે ખુદનો જીવ આપી દીધો. મુખ્ય સમસ્યા એ છે કે પીડિતો અને પરિવારો પાસે પોતાની સાથે થયેલા અન્યાય સામે આગળ આવીને અવાજ ઉઠાવવાની તાકાત કે ક્ષમતા નથી. સાંસદે આગળ કહ્યું કે, જે મહિલાઓ પર રેપ કરવામાં આવ્યો તેમાંથી કેટલાકને ફાંસી આપવામાં આવી છે. અમે આ અન્યાય સામે પુરાવા એકાઠા કરી રહ્યા છીએ. યુદ્ધ દરમિયાન થયેલા આ અપરાધનો મુદ્દો અમે યુરોપિયન કન્વેંશન ઓફ હ્યુમન રાઈટ્સમાં લઈ જશું.