IB Bharti 2023: ઇન્ટેલિજન્સ બ્યુરો જે ગૃહ મંત્રાલય હેઠળ આવે છે તેણે થોડા સમય પહેલા ઘણી જગ્યાઓ માટે ભરતી જાહેર કરી હતી. આ માટેની અરજી પ્રક્રિયા 21 જાન્યુઆરીથી શરૂ થવાની હતી. જે બાદમાં 28 જાન્યુઆરી, 2023 સુધી લંબાવવામાં આવી હતી. જે ઉમેદવારો આ જગ્યાઓ માટે અરજી કરવાની પાત્રતા અને ઈચ્છા ધરાવતા હોય. તેઓએ છેલ્લી તારીખ પહેલા નિયત ફોર્મેટમાં ફોર્મ ભરવાનું રહેશે. આ પોસ્ટ્સની વિશેષતા એ છે કે માત્ર 10 પાસ ઉમેદવારો જ તેમના માટે અરજી કરી શકે છે જે તબીબી અને શારીરિક રીતે ફિટ હોય.


અરજીઓ માત્ર ઓનલાઈન જ 


ઈન્ટેલિજન્સ બ્યુરોની આ ભરતી ડ્રાઈવ દ્વારા કુલ 1675 જગ્યાઓ ભરવામાં આવશે. આ અંતર્ગત મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ અને સિક્યુરિટી આસિસ્ટન્ટ / એક્ઝિક્યુટિવ જેવી પોસ્ટ પર ભરતી કરવામાં આવશે. એ પણ જાણી લો કે આ ખાલી જગ્યાઓ માટે માત્ર ઓનલાઈન અરજી કરી શકાય છે. આ માટે MHAની સત્તાવાર વેબસાઇટ એટલે કે ગૃહ મંત્રાલય – mha.gov.in પર જાઓ.


કોણ કરી શકે છે અરજી 


માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી 10મું પાસ કરેલ ઉમેદવારો આ પદો માટે અરજી કરી શકે છે. આ સાથે ઉમેદવારોને કોમ્પ્યુટરનું જ્ઞાન હોવું જોઈએ અને તેઓ ભારતના નાગરિક હોવા જોઈએ. આ સાથે તેનો કોઈપણ પ્રકારનો ગુનાહિત રેકોર્ડ ન હોવો જોઈએ. આ સાથે ઉમેદવારને જે પ્રદેશમાં પોસ્ટ કરવામાં આવી છે તે પ્રદેશની ભાષાનું જ્ઞાન હોવું જોઈએ. આ પદો માટે વય મર્યાદા 18 થી 27 વર્ષ નક્કી કરવામાં આવી છે.


પસંદગી માટે ઘણા તબક્કાની પરીક્ષાઓ આપવી પડશે


આ પદો માટેની પસંદગી પરીક્ષાના અનેક તબક્કા પસાર કર્યા બાદ કરવામાં આવશે. સૌપ્રથમ લેખિત કસોટી લેવામાં આવશે તેમાં પાસ થનાર ઉમેદવારો ઇન્ટરવ્યુ માટે હાજર થશે. જે ઉમેદવારો ઇન્ટરવ્યુ ક્લિયર કરશે તેમને સ્કિલ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે. અન્ય કંઈપણ વિશે વિગતવાર માહિતી મેળવવા માટે, તમે સત્તાવાર વેબસાઈટ પર આપેલી સૂચનાને જોઈ શકો છો.


Job : છટણી વચ્ચ આ બેંક બની તારણહાર, બહાર પાડી બંપર ભરતી


એક તરફ દુનિયાની અનેક મલ્ટિનેશલ કંપનીઓ સાગમટે હજારો કર્મચારીઓને નોકરીમાંથી બહાર કરી રહી છે તો બીજી બાજુ સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાએ લોકોને મોટી રાહત આપી છે. સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાએ બેંકમાં નોકરી શોધી રહેલા યુવાનો માટે નોકરીની મોટી તક લઈને આવી છે. 250 વિવિધ પોસ્ટ માટે ખાલી જગ્યાઓ છે. 


Education Loan Information:

Calculate Education Loan EMI