SSC CGL 2023 Registration Begins: સ્ટાફ સિલેક્શ કમીશને કમ્બાઇન્ડ ગ્રેજ્યૂએટ લેવલ એક્ઝામ એટલે કે સીજીએલ 2023નું નૉટિફિકેશન બહાર પાડ્યુ છે. જે ઉમેદવારો SSC CGL અંતર્ગત બહાર પાડવામાં આવેલી બમ્પર ભરતી, પૉસ્ટ માટે અરજી કરવા ઇચ્છે છે, તેઓ SSCની વેબસાઇટની મુલાકાત લઈને ફોર્મ ભરી શકે છે, કારણ કે નોંધણી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. અરજી કરવા માટે SSCની ઓફિશિયલ વેબસાઇટનું એડ્રેસ છે – ssc.nic.in. અહીંથી આ જગ્યાઓ અને ભરતી માટેની ડિટેલ્સમાં જાણકારી મેળવી શકાય છે. 


અહીં જુઓ જરૂરી તારીખો - 
SSC CGL પરીક્ષા 2023 માટે અરજી કરવાની છેલ્લી તારીખ 3 મે, 2023 છે. અરજીઓની કરેક્શન માટેની કરેક્શન વિન્ડો 7મી મેના રોજ ખુલશે, અને આ સુવિધા બે દિવસ એટલે કે 7મી અને 8મી મે માટે ઉપલબ્ધ રહેશે. આ ભરતી અભિયાન દ્વારા 7500 ખાલી જગ્યાઓ ભરવામાં આવશે. જોકે આ સંખ્યા સાંકેતિત છે જેમાં ફેરફાર શક્ય છે.


આ તારીખે લેવાશે પરીક્ષા - 
SSC CGL ટાયર 1 CBT પરીક્ષા 14 જુલાઈથી 27 જુલાઈ, 2023ની વચ્ચે લેવામાં આવશે. પરીક્ષાના કેલેન્ડરમાં આ માહિતી આપવામાં આવી છે, જેમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, તારીખોમાં ફેરફાર થઈ શકે છે. ટાયર 2 પરીક્ષાની તારીખ હજુ જાહેર નથી થઇ, પરંતુ આ પરીક્ષા ડિસ્ક્રિપ્ટિવ હશે.


શું છે પાત્રતા  - 
આ ખાલી જગ્યાઓ માટેની લાયકાત પૉસ્ટ મુજબ રહેશે. સામાન્ય રીતે કહીએ તો, કોઈપણ પ્રવાહમાંથી સ્નાતક ઉમેદવારો આ માટે અરજી કરી શકે છે. ડિટેલ્સમાં પૉસ્ટ મુજબની લાયકાત આપવામાં આવી છે. વય મર્યાદા વિશે વાત કરીએ તો, તે પૉસ્ટ પ્રમાણે છે, પરંતુ તેની રેન્જ 18-27, 18-30, 18-32 અને 20-30ની આસપાસ છે.


કેટલી છે અરજીની ફી - 
આ પરીક્ષા માટે અરજી કરવા માટે, જનરલ કેટેગરીના ઉમેદવારોએ 100 રૂપિયા ફી ચૂકવવાની રહેશે. મહિલા ઉમેદવારો, SC, ST, PWD અને ESM ઉમેદવારોએ ફી ચૂકવવાની જરૂર નથી. નૉટિસ જોવા માટે તમે આ ડાયરેક્ટ લિંક પર ક્લિક કરી શકો છો.


 


Govt Job : સરકારી નોકરી ઈચ્છુકો માટે Good News, આ સેક્ટર્સમાં રાફડો ફાટ્યો


DSSSB ભરતી 2023

દિલ્હી સબઓર્ડિનેટ સર્વિસિસ સિલેક્શન બોર્ડે 258 અલગ-અલગ જગ્યાઓ પર ભરતી કરી છે. અરજીઓ ચાલુ છે અને અરજી કરવાની છેલ્લી તારીખ 7 એપ્રિલ 2023 છે. આ ખાલી જગ્યાઓ દિલ્હી સરકારના તાલીમ અને ટેકનિકલ શિક્ષણ વિભાગ દ્વારા લેવામાં આવી છે. DSSSBની આ પોસ્ટ્સ માત્ર ઓનલાઈન અરજી કરી શકાય છે. આ માટે DSSSB - dsssb.delhi.gov.in ની વેબસાઇટ પર જાઓ.

સીઆરપીએફ કોન્સ્ટેબલ ભરતી


સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સમાં 9 હજારથી વધુ કોન્સ્ટેબલની જગ્યાઓ માટે ભરતી ચાલી રહી છે. આ ખાલી જગ્યાઓ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 25 એપ્રિલ 2023 છે. આ ખાલી જગ્યાઓ કોન્સ્ટેબલ (ટેક્નિકલ અને ટ્રેડ્સમેન) ની પોસ્ટ માટે છે. આ ભરતી અભિયાન દ્વારા કુલ 9212 જગ્યાઓ ભરવામાં આવશે. તેમાંથી 9105 જગ્યાઓ પુરુષ ઉમેદવારો માટે છે અને 107 જગ્યાઓ મહિલા ઉમેદવારો માટે છે. અરજી કરવા માટે, તમારે CRPFની સત્તાવાર વેબસાઇટ crpf.gov.in પર જવું પડશે.


ગેઇલ ભરતી 2023


ગેઈલ ઈન્ડિયા લિમિટેડે સિનિયર એસોસિયેટ, જુનિયર એસોસિયેટ સહિત ઘણી જગ્યાઓ માટે ભરતી બહાર પાડી છે. આ ભરતી અભિયાન દ્વારા 120 વિવિધ જગ્યાઓ ભરવામાં આવશે. અરજી કરવાની છેલ્લી તારીખ 10 એપ્રિલ 2023 છે. એ પણ જાણી લો કે આ પોસ્ટ માટે માત્ર ઓનલાઈન જ અરજી કરી શકાય છે. આ માટે, તમારે ગેઇલની સત્તાવાર વેબસાઇટ પર જવું પડશે, જેનું સરનામું છે – gailgas.com.


Education Loan Information:

Calculate Education Loan EMI