Sarkari Naukri: સરકારી નોકરી શોધી રહેલા 12મું પાસ યુવકો માટે ખૂબ જ સારા સમાચાર છે. કલકત્તા હાઈકોર્ટે ભરતી માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. જે મુજબ સ્ટેનોગ્રાફરની જગ્યાઓ પર તેમની ભરતી કરવામાં આવશે. આ જગ્યાઓ માટે અરજી કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. આ પોસ્ટ્સ માટે અરજી કરવા માટે ઉમેદવારોએ સત્તાવાર વેબસાઇટ calcuttahighcourt.gov.in દ્વારા અરજી કરવાની રહેશે. આ ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ 12 એપ્રિલ 2022 નક્કી કરવામાં આવી છે. આ ભરતી માટે ઉમેદવારો માત્ર ઓનલાઈન અરજી કરી શકે છે.


કઈ પોસ્ટ માટે કેટલી ભરતી કરાશે


સ્ટેનોગ્રાફર- 17 જગ્યાઓ.


આવશ્યક શૈક્ષણિક લાયકાત


નોટિફિકેશન અનુસાર આ ભરતી હેઠળની જગ્યાઓ માટે અરજી કરનાર ઉમેદવાર કોઈપણ માન્ય બોર્ડમાંથી 12મું પાસ હોવું આવશ્યક છે. તે જ સમયે, ઉમેદવારની ટાઈપિંગ સ્પીડ પ્રતિ શબ્દ 120 મિનિટ હોવી જોઈએ.


વય મર્યાદા


આ જગ્યાઓ માટે અરજી કરનાર ઉમેદવારની ઉંમર 18 વર્ષથી 32 વર્ષની વચ્ચે હોવી જોઈએ. બીજી તરફ, SC અને ST કેટેગરીના અરજદારોને સરકારી નિયમો મુજબ ઉપલી વય મર્યાદામાં 5 વર્ષની છૂટ આપવામાં આવી છે.


અરજી ફી


આ ભરતી માટે અરજી કરનાર સામાન્ય કેટેગરીના ઉમેદવારોએ 800 રૂપિયા અને SC અને ST કેટેગરીના અરજદારોએ 300 રૂપિયાની અરજી ફી ચૂકવવાની રહેશે.


પસંદગી આ રીતે થશે


ટાઈપિંગ ટેસ્ટ વગેરેની પ્રક્રિયા દ્વારા આ પોસ્ટ્સ માટે ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. આ ભરતી સંબંધિત વધુ માહિતી માટે ઉમેદવારો સત્તાવાર સાઇટની મદદ લઈ શકે છે.


આ પણ વાંચોઃ


 ભારતમાં પણ શ્રીલંકા જેવી આર્થિક કટોકટીનો ડર ! PM આવાસ પર ડોભાલ અને સચિવો સાથે મોદીની ઉચ્ચસ્તરીય બેઠકમાં ઉઠ્યા સવાલ


CNG Price Hike: પેટ્રોલ-ડીઝલ બાદ હવે CNG પણ થયો મોંધો, જાણો એક ઝટકામાં આજે કેટલો વધ્યો ભાવ


Coronavirus Cases Today: ભારતમાં 715 દિવસ બાદ નોંધાયા આટલા ઓછા કેસ, જાણો આજનો આંકડો


Education Loan Information:

Calculate Education Loan EMI