GPSC Jobs: GPSC વર્ગ 1 અને 2ની ભરતીઓ બહાર પાડવામાં આવી છે. કુલ 388 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી છે.


કઈ જગ્યા પર કેટલી ભરતી



  • DYSPની 24 જગ્યાઓ પર ભરતી જાહેર

  • મદદનીશ જિલ્લા રજીસ્ટ્રાર વર્ગ 2ની 98 જગ્યા માટે જાહેરાત

  • સેક્શન અધિકારી સચિવાલય માટે 25 જગ્યાની જાહેરાત

  • રાજ્ય વેરા અધિકારીની 67 જગ્યાઓ માટે જાહેરાત  

  • સરકારી શ્રમ અધિકારીની 28 જગ્યાઓ માટે જાહેરાત

  • લઘુ ભુસ્તરશાસ્ત્રી વર્ગ 3 ની 44 જગ્યાઓ માટે જાહેરાત


ક્યારથી ભરી શકાશે ફોર્મ


 ઉમેદવારો 24 ઓગસ્ટથી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે. ફોર્મ ભરવાની અંતિમ તારીખ 8 સપ્ટેમ્બર છે.




કેવી રીતે થશે પસંદગી


પ્રાથમિક કસોટીમાં 300 ગુણમાંથી જે ગુણ મેળવેલા હશે તેના 50 ટકા ગુણભાર અને રૂબરુ મુલાકાતના 100 ગુણમાંથી મેળવેલા ગુણના 50 ટકા ગુણભારના પ્રમાણસહ ગણતરી કરીને કુલ ગુણના આધારે પસંદગી કરવામાં આવશે. પ્રાથમિક કસોટી અને રૂબરુ મુલાકાતના અનુક્રમે ગુણ 300 અને 100 માંથી મેળવેલા ગુણના 50-50 ટકા વેઇટેજ આપવામાં આવશે. પ્રાથમિક કસોટીમાં 100 ગુણના 100 પ્રશ્નો સામાન્ય અભ્યાસના તથા 200 ગુણના 200 પ્રશ્નો સંબંધિત વિષયના રહેશે.


કેવી રીતે કરશો અરજી



  • અરજી કરવા માટે ગુજરાત જાહેર સેવા આયોગની વેબસાઈટ https://gpsc.gujarat.gov.in અથવા https://gpsc-ojas.gujarat.gov.in પર જાવ.

  • અહીં ભરતી ઓપ્શન પર ક્લિક કરો.

  • ઉમેદવારોએ જાહેરાત ક્રમાંક અને જગ્યાનું નામ સ્પષ્ટ રીતે વાંચીને ઓનલાઈન અરજી કરવી.

  • તમામ વિગતો અરજીપત્રકમાં ભર્યા બાદ વિગતોની ખાતરી કરીને ત્યાર બાદ જ અરજી કન્ફર્મ કરવી.

  • અરજી કરતી વખતે ઉમેવારે પોતાનો ફોટો અને સહી અપલોડ કરવામાં આવે તે ધ્યાન રાખવું.  ઉમેદવાર સિવાયનો ફોટો કે સહી હશે તો અન્ય કોઈ પણ પૂરાવા માન્ય રહેશે નહીં અને ઉમેદવારને પરીક્ષામાં બેસવા દેવામાં આશે નહીં.

  • ઉમેદવારો દ્વારા કરવામાં આવેલી અરજી  છેલ્લા સમય સુધી એડિટ કરી શકાશે. જો ભરેલી વિગતમાં કોઈ ક્ષતિ, ભૂલ હોય તો અરજી કરવાના છેલ્લી તારીખ સુધી સુધારી શકાશે.


નોટિફિકેશન ચેક કરવા આ લિંક પર ક્લિક કરો






મેડિકલ ઓફિસર ગ્રુપ-એની પોસ્ટ માટે બમ્પર ભરતી બહાર પડી છે. જે ઉમેદવારો જરૂરી લાયકાત ધરાવતા હોય અને આ જગ્યાઓ માટે અરજી કરવાની ઈચ્છા ધરાવતા હોય તેઓ નિયત ફોર્મેટમાં અરજી કરી શકે છે. આ ખાલી જગ્યાઓ ઓડિશા પબ્લિક સર્વિસ કમિશન દ્વારા લેવામાં આવી છે અને આ માટેની અરજીઓ હજુ શરૂ થઈ નથી. અરજીઓ 18 ઓગસ્ટ 2023 થી શરૂ થશે. આ પોસ્ટ્સ જુનિયર બ્રાન્ચ માટે છે.


Education Loan Information:

Calculate Education Loan EMI