GSEB Board Exam 2023 live updates: ધો.10નું ભાષાનું પેપર પૂર્ણ, સરળ પેપરથી વિદ્યાર્થીઓ ખુશ

Board Exam: આજથી ધોરણ 10 અને 12ની ગુજરાત બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થશે. 139 ઝોનમાં 1 હજાર 623 કેન્દ્ર પરથી 16.49 લાખ વિદ્યાર્થી પરીક્ષા આપશે.

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 14 Mar 2023 02:58 PM
અમદાવાદનો ધો. 12નો વિદ્યાર્થી બન્યો પ્રેરણા રૂપ

અમદાવાદનો ક્રિસ શેઠ બોર્ડની પરીક્ષાના વિદ્યાર્થીઓ માટે ઉદાહરણ સ્વરૂપ બન્યો. બ્રેઇન હેમરેજથી પીડાતો ક્રિસ ધોરણ 12ની પરીક્ષા આપવા માટે પહોંચ્યો છે. રાઈટરની મદદથી ધોરણ 12 બોર્ડની ક્રિશ પરીક્ષા આપશે. 6 મહિના પહેલા અકસ્માત થતા ક્રિશને  બ્રેઈન હેમરેજ થયું હતું. દોઢ કલાકના વાંચન બાદ ક્રિશને માથામાં દુખાવાની સમસ્યા છે.

ધો.10 ભાષાનું પેપર પૂર્ણ

ગુજરાત બોર્ડના ધો.10નું ભાષાનું પેપર પૂર્ણ થઈ ગયું છે. ગુજરાતી અને અંગ્રેજીનું પેપર સરળ રહેતા વિદ્યાર્થીઓ ખુશ થયા હતા. અંગ્રેજી વિષયમાં રખડતા પશુઓનો મુદ્દે સવાલ પૂછાયો હતો. રખડતા ઢોરના ત્રાસ અંગે કમિશ્નરને ફરિયાદ લખતો પત્ર લખવા પ્રશ્ન પૂછવામાં આવ્યો. અંગ્રેજીમાં નિબંધ 'શિક્ષણમાં ટ્યુશન પ્રથા જરૂરિયાત કે દૂષણ' પૂછાયો હતો. જ્યારે ગુજરાતીમાં 'ગામડું બોલે છે', "મોબાઇલના લાભાલાભ'અને  એક બાળ, એક ઝાડ' નિબંધ પૂછાયો હતો.

અંબાજીમાં ચિક્કી પ્રસાદ આપી પરિક્ષાર્થીઓનું સ્વાગત

અંબાજીમાં વિવિધ સ્થળે પરીક્ષાયોજાઈ રહી છે.  અંબાજીની  શાળાઓમાં આજે પરીક્ષા આપવા મોટી સંખ્યામા પરિક્ષાર્થીઓ પહોંચ્યા હતા. અંબાજીના વિવિધ બોર્ડની પરીક્ષા સ્થળે પરિક્ષાર્થીઓને ચિક્કીનો પ્રસાદ આપી શુભેચ્છા પાઠવી. અંબાજી  દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા પરિક્ષાર્થીઓ માટે નિઃશુલ્ક ભોજનની વ્યવસ્થા અંબાજી ભોજનાલય ખાતે કરવામાં આવી છે.

હર્ષ સંઘવીએ કર્યુ ટ્વિટ

 હર્ષ સંઘવીએ ટ્વિટ કરીને લખ્યુ,  રાજ્યનું પોલીસ તંત્ર વધારી રહ્યું છે પરીક્ષાર્થીઓનું મનોબળ, વિદ્યાર્થીઓની મૂંઝવણ અને ડર દૂર કરીને તેમને પ્રોત્સાહિત કરવા શી ટીમ છે સતત તેની સાથે... વિદ્યાર્થી હિતના સ્તુત્ય વિચાર બદલ વડોદરા પોલીસને અભિનંદન.





સી.આર. પાટીલે ટ્વિટ કરી પાઠવી શુભકામના

બોર્ડની પરીક્ષા આપતા સર્વ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. વિદ્યાર્થીઓ ચિંતા કે પ્રેશર અનુભવ્યા વિના પરીક્ષાઓ આપજો. ઉજ્જવળ કારકિર્દીનાં રસ્તાઓ આ પરીક્ષાની મદદથી ચોક્કસ ખૂલશે. આપની મહેનત અને દ્રઢ નિશ્ચય તમને સફળતા ચોક્કસ જ અપાવશે. ઓલ ધ બેસ્ટ !

પરીક્ષા કેન્દ્રો ઉપર સીસીટીવીથી સજ્જ અને ગેરરીતી ના થાય તેની પૂર્તિ તકેદારી રાખવા તંત્ર પણ સજ્જ

બનાસકાંઠા જિલ્લામાં પણ આજથી જ બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે જિલ્લાના 90,786 વિદ્યાર્થીઓ આજે બોર્ડની પરીક્ષામાં પ્રથમ ગુજરાતી ભાષાનું પેપર આપવા માટે બેઠા છે ધોરણ 10 ના 50930 વિદ્યાર્થી અને ધોરણ 12 ના 39,856 વિદ્યાર્થીઓ આજથી શરૂ થનારી ઉચ્ચતર માધ્યમિક અને માધ્યમિક પરીક્ષામાં પોતાનું પેપર આપવા માટે પરીક્ષા કેન્દ્ર ઉપર પહોંચ્યા છે જોકે પરીક્ષા કેન્દ્રો ઉપર સીસીટીવી કેમેરાથી અને ગેરરીતી ના થાય તે હેતુથી તંત્ર પણ તકેદારી રાખી રહ્યું છે. વિદ્યાર્થીઓને કંકુ તિલક અને પુષ્પગુચ્છ આપીને આગેવાનો સહિત શિક્ષકોએ પરીક્ષા કેન્દ્રોમાં આવકાર્યા છે..બીજી તરફ બનાસકાંઠા જિલ્લાના છેવાડાના પરીક્ષા કેન્દ્રો ઉપર વિદ્યાર્થીઓનો જમાવડો જોવા મળ્યો છે ગુજરાતી ભાષાનું પેપર આપવા માટે વિદ્યાર્થીઓમાં પણ આતુરતા જોવા મળી છે તો વાલીઓ પણ હોશે હોશે પરીક્ષા કેન્દ્રો ઉપર પહોંચી વિદ્યાર્થીઓને વાલીઓએ પણ પોતાના બાળકોની તૈયારીને ધ્યાને રાખી પરીક્ષામાં પાસ થવાની ખાતરી આપી છે.

ધો.10 બોર્ડની પરીક્ષાનો થયો શુભારંભ

ધો. 10 બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે. પ્રથમ દિવસે ધોરણ 10 બોર્ડના વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્રો પર ગુલાબ આપી તેમજ મીઠું મો કરાવી શુભેચ્છા પાઠવવામાં આવી હતી.

શિક્ષણમંત્રી કુબેર ડિંડોર અને પ્રફુલ પાનસેરિયા પહોંચ્યા બોર્ડની ઓફિસે

શિક્ષણમંત્રી કુબેર ડિંડોર અને પ્રફુલ પાનસેરિયા પહોંચ્યા બોર્ડની ઓફિસે પહોંચ્યા હતા. આજથી શરૂ થયેલી પરીક્ષાઓના આયોજનનું નિરીક્ષણ કરવા મંત્રીઓ બોર્ડની ઓફિસે પહોંચ્યા હતા અને ધો. 10 અને 12ની પરીક્ષા માટે કરાયેલા આયોજનનું નિરિક્ષણ કર્યું. વિવિધ કેન્દ્રનું   બંને મંત્રીઓએ મોનિટરિંગ કર્યુ હતું.

બેટ દ્વારકા નાં વિદ્યાર્થીઓ ને ઓખા પરીક્ષા કેન્દ્ર પહોંચવા ઓખા મરીન ની સ્પીડ બોટ આપી

યાત્રાધામ બેટ દ્વારકામાં ધોરણ 10/12 ની પરીક્ષા અંતર્ગત ઓખા મરીન પોલીસે અનોખી સેવા શરૂ કરી. દરિયા પાર બેટ દ્વારકાનાં વિદ્યાર્થીઓને ઓખા પરીક્ષા કેન્દ્ર પહોંચવા ઓખા મરીનની સ્પીડ બોટ આપી છે. વિદ્યાર્થીઓના સમયનો બચાવ થાય અને કોઈ મુશ્કેલી ન પડે તે માટે સ્પીડ બોટ દ્વારા પરીક્ષાર્થીઓને ઓખા જેટી સુધી પહોચાડવા  બોટ આપી છે.

ધો. 10 અને ધો. 12માં કયું પેપર લેવાશે

સવારે ધોરણ 10 ની પરીક્ષા છે. જેમાં પહેલું પેપર ગુજરાતી ભાષાનું લેવાશે. બપોરે ધોરણ 12 માટે ભૌતિક વિજ્ઞાનનું પેપર લેવામાં આવશે. પરીક્ષાને લઈ વિદ્યાર્થીઓમાં ઉત્સાહ છે.

હર્ષ સંઘવીએ આપી શુભકામના

હર્ષ સંઘવીએ ટ્વિટ કરીને લખ્યું, ગુજરાત બોર્ડની પરીક્ષા આપવા જઈ રહેલા ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને ઉજ્જ્વળ ભવિષ્યની શુભેચ્છાઓ. આપની અથાગ મહેનત જ આપની સફળતાનો મહામંત્ર છે અને આપનો દ્રઢ નિશ્ચય આપને ચોક્કસ સારું પરિણામ આપશે.

વડોદરામાં કેટલા વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા

આજથી ધોરણ 10 અને 12 ની બોર્ડ ની પરીક્ષાનો પ્રારંભ થઈ રહ્યો છે. વડોદરામાં ધોરણ 10માં 47485  અને ધોરણ 12માં 30494 વિદ્યાર્થીઓ  પરીક્ષા આપશે. બોર્ડની પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા 36 ઓબ્ઝરવરની નિયુક્તિ કરવામાં આવી છે. શાળાઓ દ્વારા ફૂલ અને તિલક દ્વારા પરિક્ષાર્થીઓનું સ્વાગત કરવામા આવશે.

કુબેર ડીંડોરનો બોર્ડના વિદ્યાર્થીઓને સંદેશ

બ્રેકગ્રાઉન્ડ

GSEB Board Exam 2023 Live Updates:  આજથી ધોરણ 10 અને 12ની ગુજરાત બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થશે. 139 ઝોનમાં 1 હજાર 623 કેન્દ્ર પરથી 16.49 લાખ વિદ્યાર્થી પરીક્ષા આપશે. ધોરણ 10ના 9 લાખ, 57 હજાર,  ધોરણ 12 સામાન્ય પ્રવાહના 5 લાખ, 65 હજાર અને ધોરણ 12 સાયન્સના 1 લાખ, 26 હજાર મળી 16 લાખ 49 હજાર વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.


આ માટે 139 ઝોનમાં 1 હજાર 623 પરીક્ષા કેન્દ્રો ઉભા કરાયા છે. શિક્ષણ મંત્રીની અધ્યક્ષતામાં કલેક્ટર અને પોલીસ વડા સાથે બેઠક યોજાઈ હતી. રાજ્યમાં 66 સેન્ટર સંવેદનશીલ છે. જ્યાં પેરા મિલિટ્રી ફોર્સ મુકાશે. હાલ સ્ટ્રોંગ રૂમમાં પ્રશ્નપત્ર રખાયા છે. જ્યાથી પરીક્ષાની ગણતરીની કલાકો પહેલા પરીક્ષા કેન્દ્ર પર પ્રશ્નપત્ર પહોંચાડાશે.  પરીક્ષા કેન્દ્રમાં વિદ્યાર્થીઓ મોબાઈલ નહીં લઈ જઈ શકે. તો સુપરવાઈઝર અને શાળાનો સ્ટાફ પણ મોબાઈલ લઇ જઈ શકશે નહીં.





- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.