Gujarat Education News: રાજ્યના શિક્ષકો માટે કામના સમાચાર છે. પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરીએ તમામ જીલ્લા શિક્ષણાધિકારીઓ, નગર શિક્ષણ સમિતિને પત્ર લખીને ધો. 1 થી 8માં ખાલી પડેલા શિક્ષકોની માહિતી મંગાવી છે. ધોરણ 1-5 એક શિક્ષક કામ કરતા હોય અને એક અથવા તેના કરતા વધુ જગ્યાઓ ખાલી હોય તેની માહિતી મંગાવાઈ છે. આ ઉપરાંત શાળામાં ત્રણ અથવા તેના કરતા વધુ જગ્યાઓ ખાલી હોય તેની માહિતી મંગાવાઈ છે. 14 જુન સુધી માહિતી મોકલવાની રહેશે.
હેડ ક્લાર્ક પેપર લીક મામલે પોલીસની મોટી કાર્યવાહી, આ વ્યક્તિની કરી ધરપકડ
ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલ હેડ ક્લાર્ક પેપર લીક મામલે પોલીસને મોટી સફળતા મળી છે. પાલીતાણાના સોનપરી ગામના તુષાર મેરની પોલીસે ધરપકડ કરી છે. તુષાર મેરને આજે પ્રાંતિજ કોર્ટમાં રજૂ કરવામાં આવશે. પેપર લીક મામલે પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ૬ મહિના અગાઉ ૧૧ આરોપી સામે નોધાઇ ફરિયાદ નોંધી હતી. ૧૧ આરોપીઓની ધરપકડ કર્યા બાદ હવે નવા નામો ખુલ્યા હતા. એક પછી એક નામ ખુલતા અત્યાર સુધી ૫૪ આરોપીઓના નામ સામે આવી ચૂક્યા છે. ચાર મહિના અગાઉ પોલીસે ૩૩ આરોપીઓની અંદાજે ૧૪ હજારની પાનાની ચાર્જશીટ પ્રાંતિજ કોર્ટમાં રજુ કરી હતી.
હવે શાળાઓ ગણવેશ અને પુસ્તકો માટે ચોક્કસ દુકાનેથી ખરીદીનું નહિ કરી શકે દબાણ
અનિયમિતતા આચરતી ખાનગી શાળાઓ સામે 10000 થી 25000 સુધી ના દંડની શિક્ષણ વિભાગે જોગવાઈ કરી છે. 5 કે તેથી વધુ વખત અનિયમિતતા આચરનારી શાળાઓની માન્યતા રદ્દ કરવામાં આવશે. શિક્ષણ પ્રધાને વાલીઓને અપીલ કરી કે જો કોઈ શાળા દબાણ કરે તો જિલ્લાના શિક્ષણાધિકારીનો સંપર્ક કરી શિક્ષણ સંસ્થા સામે ફરિયાદ કરવા આગળ આવવું.
હવે શાળાઓની મનમાની નહીં ચાલે
ગુજરાત સરકારના શિક્ષણ વિભાગના આ મહત્વપૂર્ણ નિર્ણય બાદ હવે રાજ્યમાં ક્હાનજી શાળાઓની મનમાની નહીં ચાલે. ઉલ્લેખનીય છે કે એવી ઘણીં શાળાઓ છે, જેના અંગે વાલીઓએ આ અંગે ફરિયાદ કરી હતી. આવી સ્કૂલ સામે ફરિયાદો ઉઠી હતી કે આ શાળાઓ પુસ્તકો, ગણવેશ અને અન્ય સામગ્રીઓ ચોક્કસ દુકાનેથી ખરીદવા દબાણ કરતી હતી. પણ શિક્ષણ વિભાગના આ નિર્ણયથી હવે આવી સ્કૂલોની મનમાની નહીં ચાલે.
Education Loan Information:
Calculate Education Loan EMI