Gujarat PSI Recruitment: ગુજરાતમાં પીએસઆઇ ભરતીની પસંદગી યાદીનું સંભવિત કટ ઓફ જાહેર કરવામાં આવ્યું છે. જે ઉમેદવારો તેમાં પસંદ થયા હોય તેઓ લોકરક્ષક ભરતીમાં દસ્તાવેજ ચકાસણી માટે ગેરહાજર રહે તો અન્ય ઉમેદવારોને નોકરીની તક મળશે.
આઈપીએસ હસમુખ પટેલે ટ્વિટ કરીને લખ્યું, પીએસઆઇ ભરતીમાં દસ્તાવેજ ચકાસણી માટે પસંદગી પામેલા 1690 લોકરક્ષક ભરતીના ઉમેદવારોના દસ્તાવેજ ચકાસણી માટેના કોલ લેટર આજે બહાર પાડવામાં આવેલ છે. તેઓની દસ્તાવેજ ચકાસણી તારીખ 12 અને 13 સપ્ટેમ્બરના રોજ થશે.








ગત મહિને PSI ભરતી-2022ના માર્ક્સ કરવામાં આવ્યા હતા જાહેર


 2018ના LRD પરીક્ષાની વેઇટિંગ લિસ્ટ જાહેર કર્યા બાદ ગત મહિને ગુજરાત સરકારે PSI ભરતી-2022ના માર્ક્સ જાહેર કર્યા હતા. PSI ભરતી બોર્ડની વેબસાઈટ https://psirbgujarat2022.in/ પર તારીખ તા.12/06/2022 અને તા.19/06/2022 નારોજ લેવામાં આવેલ મુખ્ય પરીક્ષામાં હાજર રહેલ ઉમેદવારોના માર્ક્સ જાહેર કરવામાં આવ્યાં હતા.  


1)તા.08/07/2022 નારોજ પેપર-1 ગુજરાતી ભાષા, પેપર-2 અંગ્રેજી ભાષા, પેપર-3 સામાન્યજ્ઞાન તેમજ પેપર-4 કાયદાકીય બાબતોની આખરી જવાબ વહી (Final Answer Key) જાહેર કરવામાં આવ્યા હતા. 


2)પેપર-3 સામાન્યજ્ઞાન આખરી જવાબ વહી (Final Answer Key) માં સુધારો કરવામાં આવ્યો હતો.


3) પેપર-1 ગુજરાતી ભાષા, પેપર-2 અંગ્રેજી ભાષા તેમજ પેપર-4 કાયદાકીય બાબતોની આખરી જવાબ વહી (Final Answer Key)માં કોઇપણ ફેરફાર કરવામાં આવ્યો હતો.


રીચેકીંગ માટે 15  દિવસનો સમય અપાયો  હતો


PSI ભરતી બોર્ડની વેબસાઈટ મુજબ મુખ્ય પરીક્ષામાં હાજર રહેલ ઉમેદવારોને ગુણ ચકાસણી એટલે કે રીચેકીંગ માટે 15 દિવસની સમય-મર્યાદા આપવામાં આવી હતી. જેથી જે ઉમેદવારો પોતાના મુખ્ય પરીક્ષાના OMR Sheetનું રીચેકીંગ કરાવવા ઇચ્છતા હોય તે ઉમેદવારોએ પેપર દીઠ રીચેકીંગ ફી ના રૂ.300/- “CHAIRMAN PSI RECRUITMENT BOARD” ના નામનો રાષ્ટ્રીયકૃત બેન્કના ડીમાન્ડ ડ્રાફટ Payable at AHMEDABAD તેમજ પોતાના કોલલેટરની ઝેરોક્ષ નકલ અને અરજી (અરજીમાં ઉમેદવારે પોતાનું નામ, કર્ન્ફમેશન નંબર, રોલ નંબર, પ્રશ્ન પુસ્તીકા કોડ અને મોબાઇલ નંબર અવશ્ય દર્શાવવાનું રહેશે) સાથે તા. 16/07/2022 થી તા. 30/07/2022 સુધીમાં રૂબરૂમાં અથવા સ્પીડ પોસ્ટ/કુરીયર ધ્વારા PSI  ભરતી બોર્ડની કચેરી, બંગલા નંબરઃ ગ-13, સરિતા ઉધાનની નજીક, સેકટર-9, ગાંધીનગર - 382007 સરનામે અરજી મોકલી શકાશે. તા. 30/07/2022 બાદ જો કોઇ અરજી મળશે તો તે ધ્યાને લેવાશે નહીં. 






Education Loan Information:

Calculate Education Loan EMI