Tamilnad Mercantile Bank IPO:  દેશની સૌથી જૂની બેંકોમાંની એક તમિલનાડ મર્કેન્ટાઈલ બેંક તેનો IPO લઈને આવી રહી છે. તમિલનાડ મર્કેન્ટાઈલ બેંકનો IPO આવતા અઠવાડિયે 5મી સપ્ટેમ્બરે ખુલવા જઈ રહ્યો છે અને રોકાણકારો 7 સપ્ટેમ્બર 2022 સુધી IPOમાં અરજી કરી શકશે.


પ્રાઇસબેન્ડ કેટલી છે


તમિલનાડ મર્કેન્ટાઈલ બેંક IPO દ્વારા મૂડીબજારમાંથી 800 કરોડ રૂપિયા એકત્ર કરવા જઈ રહી છે. કંપનીએ 500 થી 525 રૂપિયાની પ્રાઇસ બેન્ડ નક્કી કરી છે. રોકાણકારો IPOમાં 7 સપ્ટેમ્બર સુધી અરજી કરી શકશે. 28 શેરની લોટ સાઈઝ છે જેના માટે અરજી દરમિયાન 14,700 કરોડ રૂપિયા ચૂકવવા પડશે. વધુમાં વધુ 364 શેર માટે અરજી કરી શકાય છે, જેના માટે અરજી દરમિયાન રૂ. 191,100 જમા કરાવવાના રહેશે. IPOમાં રિટેલ રોકાણકારો માટે 10 ટકા ક્વોટા આરક્ષિત રાખવામાં આવ્યો છે.


બેંક ઇતિહાસ


100 વર્ષ જૂની તમિલનાડ મર્કેન્ટાઈલ બેંક દેશની સૌથી જૂની બેંકોમાંની એક છે. આ બેંક ખાસ કરીને MSME, કૃષિ અને છૂટક ક્ષેત્રોને લોન આપે છે. માર્ચ 2022 સુધીમાં, બેંકને થાપણો તરીકે રૂ. 44,930 કરોડ પ્રાપ્ત થયા છે અને લોન તરીકે રૂ. 33,490 કરોડનું વિતરણ કરવામાં આવ્યું છે. 2022 ના નાણાકીય વર્ષમાં બેંકનો નફો 820 કરોડ રૂપિયા હતો. બેંકની 509 શાખાઓ છે જેમાં 106 ગ્રામીણ વિસ્તારોમાં, 247 અર્ધ-શહેરી વિસ્તારોમાં, 80 શહેરી અને 76 મેટ્રો શહેરોમાં આવેલી છે. બેંકની માત્ર તમિલનાડુમાં 369 શાખાઓ છે.


તાજેતરના આઇપીઓએ વધુ સારું પ્રદર્શન કર્યું


Syrma SGS Tech IPO ને બજારમાં શાનદાર લિસ્ટિંગ મળ્યું છે. 220 રૂપિયાનો શેર હવે 306 રૂપિયાની નજીક ટ્રેડ થઈ રહ્યો છે. અને Dreamfolks ના IPO ને પણ જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે, જે આગામી સપ્તાહે સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ થવા જઈ રહ્યો છે.


આ પણ વાંચોઃ


Investors Wealth Rises: ગણેશ ચતુર્થી પહેલા શેરબજારના રોકાણકારોની સંપત્તિમાં 5.68 લાખ કરોડ રૂપિયાનોનો વધારો થયો


Surat : AAP નેતા મનોજ સોરઠીયા પર સુરતમાં હુમલા મામલે 8 સામે ફરિયાદ, ઇટાલિયાએ લોકોને શું કરી હાંકલ


IT કંપનીઓએ જૂન ક્વાર્ટરમાં કરી મોટા પાયે ભરતી, જાણો TCS, Wipro અને Infosys એ કેટલી નવી નોકરીઓ આપી..