Gujarat School Reponing: કેન્દ્ર સરકારની મંજૂરી ગુજરાત સરકારે આજે રાજ્યમાં ધો.1થી9ની સ્કૂલોમાં 7મીથી ઓફલાઈન શિક્ષણ શરૂ કરવાની જાહેરાત કરી દીધી છે. કોરોનાની ત્રીજી લહેર શરૂ થતા રાજ્યમાં 8મી જાન્યુઆરીથી ધો.1થી9ની સ્કૂલોમાં ઓફલાઈન શિક્ષણ બંધ કરી દેવામા આવ્યુ હતું. સ્કૂલોમાં હવે બીજા સત્રની પરીક્ષાઓ આવી રહી છે ત્યારે આ વર્ષે માસ પ્રમોશન આપી શકાય તેમ ન હોઈ ઓફલાઈન શિક્ષણ કરવુ પણ સરકાર માટે જરૂરી હતુ. ધો.1થી9ની સ્કૂલો ઓફલાઈન  વર્ગો સાથે શરૂ થનાર છે ત્યારે ધો.1થી9માં ભણતા રાજ્યના 55થી60 લાખ બાળકોને આ નિર્ણયથી મોટી અસર થશે.


8 જાન્યુઆરી બાદ બંધ હતી સ્કૂલો


ગુજરાતમાં કોરોનાની બીજી લહેર ઓસરતા તબક્કાવાર સ્કૂલો-કોલેજો શરૂ કરવામા આવી હતી.જેમાં ધો.1થી9માં દિવાળી પહેલા જ સપ્ટેમ્બરમાં જ ઓફલાઈન શિક્ષણ શરૂ કરી દેવાયુ હતુ. દરમિયાન ડિસેમ્બર પછી સમગ્ર દેશમાં કોરોનાની ત્રીજી લહેર શરૂ થતા કેસની સંખ્યામાં ખૂબ જ વધારો થવા લાગ્યો હતો.જેને પગલે ગુજરાત સરકારે રાજ્યમાં 8મી જાન્યુઆરીથી ધો.1થી9ની સ્કૂલો બંધ કરી દેવાની જાહેરાત કરી હતી. ધો.1થી9માં ઓફલાઈન શિક્ષણ એટલે કે કલાસરૂમ એજ્યુકેશન બંધ કરી દેવાયુ હતુ અને માત્ર ઓનલાઈન શિક્ષણ ચાલુ રાખવામા આવ્યું હતું.


વાલીની સંમતિ સાથે શરૂ થશે સ્કૂલો


જો કે ધો.10થી12માં અને કોલેજોમાં ઓફલાઈન શિક્ષણ ચાલુ રાખવામા આવ્યુ હતું.  કોરોનાની ત્રીજી લહેર પણ હવે ઓસરતા હાલ કેસની સંખ્યામાં ઘણો ઘટાડો નોંધાયો છે. ઉપરાંત દેશના વિવિધ રાજ્યોમાં પણ કોરોનાના કેસ ઘણા ઘટી ગયા છે. જેને પગલે કેન્દ્ર સરકારે તાજેતરમાં નવી ગાઈડલાઈન જાહેર કરીને રાજ્ય સરકાર પણ સ્કૂલો શરૂ કરવાનો નિર્ણય છોડયો હતો. કેન્દ્ર સરકારની ગાઈડલાઈન મુજબ જે રાજ્યમાં 5 ટકાથી ઓછા કેસ હોય ત્યાં સ્કૂલો શરૂ કરવાની મંજૂરી આપવા આવી હતી પરંતુ વાલીઓની સંમંતિ સાથે સ્કૂલો શરૂ કરવા અને રાજ્ય સરકાર પણ નિર્ણય છોડવાની વાત ગાઈડલાઈનમાં કરવામાં આવી છે.


શિક્ષણ મંત્રીએ શું કહ્યું


ગુજરાત સરકારે અગાઉ 31મી જાન્યુઆરી સુધી ઓફલાઈન શિક્ષણ બંધ કર્યુ હતુ અને સપ્તાહમાં નવો નિર્ણય જાહેર કરતા રાજ્યમાં 5મી ફેબ્રુઆરી સુધી ઓફલાઈન શિક્ષણ બંધ રાખવાની જાહેરાત કરી હતી. જેની મુદતજે પૂર્ણ થતા શિક્ષણમંત્રીએ જાહેરાત કરી હતી કે મુખ્યમંત્રી અને કોર કમિટી સાથે ચર્ચા કર્યા બાદ રાજ્યમાં 7મી ફેબ્આરીથી ફરી ધો.1થી9ની સ્કૂલોમાં ઓફલાઈન વર્ગો શરૂ કરવામા આવશે.જો કે વાલીઓની સંમંતિ જરૂરી રહેશે.


Education Loan Information:

Calculate Education Loan EMI