Interesting Facts About Dr. Sarvepalli Radhakrishnan:  ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન વિશે જેટલું કહેવાય એટલું ઓછું. તેઓ ફિલોસોફર, લેખક અને ભારતના બીજા રાષ્ટ્રપતિ પણ હતા. વિદ્યાર્થીઓએ તેમનું ઘણું સન્માન કર્યું અને વર્ષ 1954માં તેમને ભારત સરકાર દ્વારા દેશનું સૌથી મોટું સન્માન ભારત રત્ન એનાયત કરવામાં આવ્યો. તેમના પ્રત્યે કૃતજ્ઞતા અને આદર વ્યક્ત કરવા દર વર્ષે 5 સપ્ટેમ્બર એટલે કે તેમના જન્મદિવસને શિક્ષક દિવસ તરીકે ઉજવવામાં આવે છે. પ્રથમ શિક્ષક દિવસ 1962માં ઉજવવામાં આવ્યો હતો, તે ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનનો 77મો જન્મદિવસ હતો. જાણો ડૉ.રાધાકૃષ્ણન વિશે કેટલીક ખાસ વાતો.


ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન સાથે જોડાયેલી ખાસ વાતો



  • ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મ વર્ષ 1888માં તમિલનાડુના તુર્મણી નામના ગામમાં થયો હતો. તેમનો જન્મ એક ગરીબ બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેમના પિતા ગામના જાણકાર પંડિત હતા. ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણને એમએ સાયકોલોજીનો અભ્યાસ કર્યો હતો.

  • માત્ર 16 વર્ષની ઉંમરે તેમના લગ્ન થયા હતા. ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનને પાંચ દીકરીઓ અને એક દીકરો હતો. તેમણે સ્કોલરશિપ સાથે પોતાનો અભ્યાસ પૂરો કર્યો હતો. તેઓ એક મહાન ફિલોસોફર હતા. સ્વામી વિવેકાનંદ ફિલસૂફીના ક્ષેત્રમાં તેમના આદર્શ હતા. તેઓ ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં પણ ભણાવતા હતા.

  • તેમણે પ્રેસિડેન્સી કોલેજ, મદ્રાસથી BHU સુધી કુલપતિના પદ પર કામ કર્યું. આ પછી તેઓ જવાહરલાલ નેહરુની વિનંતી પર રાજકારણમાં જોડાયા. તેમણે 1962 થી 1967 સુધી ભારતના બીજા રાષ્ટ્રપતિ તરીકે અને 1952 થી 1962 સુધી ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ તરીકે સેવા આપી હતી.

  • જ્યારે તેઓ ભારતના રાષ્ટ્રપતિ બન્યા ત્યારે તેમણે રૂ.10,000ના પગારમાંથી માત્ર રૂ.2500 સ્વીકાર્યા અને બાકીની રકમ દર મહિને વડાપ્રધાનના રાષ્ટ્રીય રાહત ફંડમાં દાનમાં આપી. 17 એપ્રિલ 1975ના રોજ તેમનું અવસાન થયું.

  • ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનને 1954માં ભારત રત્ન અને 1961માં જર્મન બુક ટ્રેડના શાંતિ પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા. તેમને 1963માં ઓર્ડર ઓફ મેરિટ અને 1975માં ટેમ્પલટન પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા.




શિક્ષક દિવસ 5 સપ્ટેમ્બરે જ શા માટે ઉજવવામાં આવે છે?


દર વર્ષે 5 સપ્ટેમ્બર ઉજવવા પાછળ એક ખાસ કારણ છે. વર્ષ 1888માં આ દિવસે સ્વતંત્ર ભારતના બીજા રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મ થયો હતો. તેઓ હંમેશા માનતા હતા કે દરેક વ્યક્તિએ શિક્ષણ પ્રત્યે સમર્પિત હોવું જોઈએ. તેમણે કહ્યું કે દરેક વ્યક્તિએ સતત શીખવાની વૃત્તિ જાળવી રાખવી જોઈએ. ડો.સર્વેપલ્લી રાધાકૃષ્ણને કહ્યું કે જે વ્યક્તિ પાસે જ્ઞાન અને કૌશલ્ય બંને હોય તેની સામે હંમેશા કોઈને કોઈ રસ્તો ખુલ્લો હોય છે.


Education Loan Information:

Calculate Education Loan EMI