Vadodara News: વિદેશમાં ગુજરાતીઓ પર હુમલાની વધુ એક ઘટના સામે આવી છે. આફ્રિકાના વેન્ડા ટાઉનમાં ગુજરાતી પરિવાર પર હુમલો કરવામાં આવ્યો છે. સ્ટોર પર લૂંટના ઇરાદે આવેલા નિગ્રો લૂંટારુઓએ હુમલો કર્યો હતો. જેમાં મૂળ કરજણના સાંસરોદ ગામનો વતની યુવક ઘાયલ થયો. નિગ્રો લૂંટારુએ ફાયરિંગ કરતા યુવકને સારવાર અર્થે વેન્ડા હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાંથી વધુ સારવાર માટે 200 કિલોમીટર દૂર પિટર્સબર્ગ લઈ જવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. વિદેશમાં ગુજરાતી પર વધતા હુમલાઓથી સ્વજનો ચિંતિત થયા છે.

કરજણના સાંસરોદ ગામના વતની દાઉદભાઈના પુત્ર મુખ્તાર તેમની પત્ની, 16 વર્ષની પુત્રી સાથે છેલ્લા 30 વર્ષથી વેન્ડામાં દુકાન ચલાવી પોતાનું ગુજરાન ચલાવે છે. કરજણના સાંસરોદ ગામના વતની દાઉદભાઈ પોતે ખેડૂત છે અને ખેતીકામ કરી પોતાનું ગુજરાન ચલાવે છે. ભારતીયો, ગુજરાતીઓ પર થતા અત્યાચારને ધ્યાને લઈ વિદેશ મંત્રાલયોમાં રજૂઆત કરવામાં આવે તેવી પરિવારની સરકાર પાસે આશા છે.




પાંચ દિવસ પહેલા થઈ હતી એક યુવકની હત્યા


આફ્રિકામાં પાંચ દિવસ પહેલા એક ગુજરાતી યુવકની હત્યા કરવામાં આવી હતી. ભરૂચના મનુબર ગામના આસિફ ભાઈ લિયાક્ત સંત નામના વ્યક્તિની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી હત્યા કરવામાં આવી હતી. આફ્રિકાના પીટોરીયા નજીકના ટાઉનમાં લોકલ ઈસમ અને મૂળ ગુજરાતી યુવાન વચ્ચે મારામારી થઈ હતી. આસિફ ભાઈ લિયાક્ત સંત મનુબર ગામથી રોજગારી માટે  આફ્રિકા ગયા હતા.