How To Become A Good Team Leader: ટીમ પાસે સારી રીતે કામ કરાવવું, દરેકને ખુશ રાખવા, આંતરીક પોલિટિક્સથી દૂર રહેવું અને સંસ્થાના હિતમાં પરિણામ આપવું આમ એક બોસની અનેક જવાબદારીઓ હોય છે. એક તરફ બોસ પર સિનિયર્સનું દબાણ અને બીજી તરફ ટીમને મેનેજ કરવી એ કંઈ સરળ બાબત નથી. આ સ્થિતિમાં જો તમે બોસને બદલે ટીમ લીડર તરીકે રહેશો તો કામ કરવું ખૂબ જ સરળ બની જશે અને સારા પરિણામો પણ આવશે. બોસ અને ટીમ લીડર વચ્ચે શું તફાવત છે અને ટીમનું નેતૃત્વ કરતી વખતે કઈ બાબતો ટાળવી જોઈએ તે જાણો.
કડકાઈથી ના વર્તો
કોઈ ટીમને કામને લઈને પ્રોત્સાહિત કરવી તે એક સારી રીતે છે નહીં કે તેના પર નિયમો અને સમયમર્યાદા લાદવી. આવી સ્થિતિમાં લોકો દબાણમાં આવી જાય છે અને તેમની કામ કરવાની ક્ષમતા વધુ ઘટે છે. માટે જ વાતાવરણને હેલ્થી બનાવો જેથી કરીને ઓફિસ કે કામના સ્થળે લોકો તેમના વિચારો તમારી સાથે શેર કરી શકે. બળજબરીથી સન્માનની ઈચ્છા ન રાખતા એવા બનો કે લોકો આપોઆપ તમને સન્માન આપે.
ટીમના દરેક સભ્યની ખાસીયતો હોય છે
એક સારો ટીમ લીડર તે જ છે જે તેની ટીમના દરેક સભ્યોની કામની ગુણવત્તા અને યોગ્યતાને સમજે. કોની સાથે કેવી રીતે ડીલ કરવી તે એક ટીમ લીડર જાણે છે. કોની પાસે કયું કામ સારી રીતે થઈ શકે છે એ પણ એક લીડર સારી રીતે જાણતો હોય છે. તે મુજબ જ તેઓ કામ સોંપે છે. આનાથી દરેકની ક્ષમતા અનુસાર તેમની પાસેથી શ્રેષ્ઠ પર્ફોર્મન્સ મેળવી શકાય છે. કોનામાં શું ખામી છે તે જણાવે પણ શાલિનતાથી અને જેઓ સારું કરી રહ્યા છે તેમને પ્રોત્સાહિત પણ કરે.
નિયમ નહીં પણ શિસ્ત
એટલા પણ કડક ના બનો કે લોકો તમને જોઈને મોં છુપાવે અને આમ-તેમ ભાગી જાય કે પછી તમારા ના આવવાની ઉજવણી કરે. જ્યારે પરંતુ એવું વાતાવરણ ના હોવું જોઈએ કે લોકો સ્વચ્છંદી બની જાય. કડકતા નહીં પણ શિસ્ત હોવું જોઈએ. સમયસર કામ પૂર્ણ થવું જોઈએ. લોકો નિયમો ના તોડે તે બાબતોનું ધ્યાન રાખો. જે બાબતોની તમે તમારી ટીમના સભ્યો પાસેથી બિલકુલ પણ અપેક્ષા નથી રાખતા તેના વિશે સ્પષ્ટ રહી દો. જો તમે તેમની વાત સાંભળશો અને તેમની સમસ્યાઓનું નિરાકરણ લાવશો તો સામે કોઈ પણ તમારી વાતને નહીં ટાળે. આ એક ટૂ વે રિલેશન હોય છે એટલે કે દ્વિપક્ષીય સંબંધ જ્યાં એકબીજાને સમજવાથી જ બાબતો સાકાર બને છે.
Education Loan Information:
Calculate Education Loan EMI