HPPSC Recruitment 2023: જો તમે સરકારી નોકરીની શોધમાં છો, તો તમારા માટે આ ખબર ખુબ જ કામની છે. કેમ કે તેમને હવે ફક્ત 12મું કર્યા પછી પણ સરકારી નોકરી મળી શકે છે, HPPSC આવી મોટી તક લઇને આવ્યુ છે. અહીં બસ કન્ડક્ટરની 350થી વધુ જગ્યાઓ માટે પાત્રતા ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે. જે ઉમેદવારો આ જગ્યાઓ માટે અરજી કરવા ઈચ્છે છે, તેઓ યોગ્ય ફૉર્મેટમાં અરજી કરી શકે છે. એપ્લીકેશન લિન્ક એક્ટિવ કરવામા આવી ચૂકી છે, અને આ ભરતીઓ માટે ઉમેદવારો 1 મે, 2023 સુધી ફોર્મ ભરી શકાશે. આ ખાલી જગ્યાઓ વર્ગ III માટે છે. આ ખાલી જગ્યાઓ વિશે વિગતવાર જાણકારી મેળવવા માટે અથવા અરજી કરવા, બંને કામો માટે તમારે HPPSCની ઓફિશિયલ વેબસાઇટની મુલાકાત લેવી પડશે, જેનું એડ્રેસ છે – hppsc.hp.gov.in.


કોણ કરી શકે છે એરજી  -
HPPSC બસ કન્ડક્ટરના પદ માટે અરજી કરવા માટે જરૂરી છે કે, ઉમેદવારે માન્ય બોર્ડમાંથી 12મું પાસ કરેલુ હોવુ જોઇએ. આ સાથે તેની પાસે માન્ય કન્ડક્ટરનું લાઇસન્સ પણ હોવું જોઈએ. પાત્રતાના માપદંડોને પુરા કર્યા બાદ જ ફોર્મ ભરો. વય મર્યાદા વિશે વાત કરીએ તો, 18 થી 45 વર્ષની વચ્ચેના ઉમેદવારો આ પૉસ્ટ માટે અરજી કરી શકે છે. અનામત કેટેગરીમાં ઉંમરમાં છૂટછાટ મળશે.


કઇ રીતે થશે સિલેક્શન - 
આ જગ્યાઓ માટે ઉમેદવારોની પસંદગી લેખિત પરીક્ષા દ્વારા કરવામાં આવશે. પ્રથમ ઓનલાઈન અથવા ઓફલાઈન લેખિત પરીક્ષા લેવામાં આવશે, જે MCQ પ્રકારની રહેશે, આ પછી ડૉક્યુમેન્ટ વેરિફિકેશન થશે. આ બંને તબક્કામાં પાસ થનાર ઉમેદવારો પર અંતિમ પસંદગી થશે.


આટલો મળશે પગાર  - 
હિમાચલ પ્રદેશ ટ્રાન્સપોર્ટ કૉર્પોરેશનની આ પૉસ્ટ્સ પર પસંદગી થવા પર ઉમેદવારોને પે બેન્ડ લેવલ 3 અનુસાર 20,200 રૂપિયાથી 64,000 રૂપિયા પ્રતિ માસ સુધીનો પગાર મળશે. આ ભરતી અભિયાન દ્વારા કુલ 360 જગ્યાઓ ભરવામાં આવશે. ધ્યાન રહે કે અરજી કરવાની અને ફી ભરવાની છેલ્લી તારીખ 1 મે, 2023 છે.


આ બાબતોનું રાખો ધ્યાન - 
જો તમે પહેલેથી જ ક્યાંક કામ કરી રહ્યા છો, તો તમને ત્યાંથી NOC લાવ્યા વિના અહીં એપોઇન્ટમેન્ટ નહીં મળે. ઉમેદવારોએ તેમના જરૂરી દસ્તાવેજો OTRS પોર્ટલ પર અપલોડ કરવાના રહેશે. ખાલી જગ્યાઓની આ સંખ્યા કામચલાઉ છે, અને ફેરફારને પાત્ર છે. લેટેસ્ટ માહિતી માટે સમયાંતરે ઓફિશિયલ વેબસાઇટ ચેક કરતાં રહો.


Education Loan Information:

Calculate Education Loan EMI