Milk Price Hikes: મોંઘવારીમાં પીસાતી પ્રજા પ૨ સુમુલ ડેરી એ પણ દૂધના ભાવ વધારીને વધુ એક ફટકો માર્યો છે. અમૂલ બાદ સુમુલ ડેરીએ ગ્રાહકોને ઝટકો આપ્યો છે. સુમુલ ડેરી દ્વારા દૂધના ભાવમાં પ્રતિ લીટર 2 રૂપિયાનો વધારો ઝીંકવામાં આવ્યો છે. અમુલ બ્રાન્ડના ગોલ્ડ, તાજા, શક્તિ તથા ગાયના દૂધના 5૦૦ એમએલના પાઉચના ભાવમાં 1 રૂપિયાનો વધારો થયો છે, જ્યારે 250 એમએલની દૂધની થેલી તથા 500 એમએલ છાશનો ભાવ યથાવત છે. 6 લિટરની છાશની થેલીના ભાવમાં 6 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. દૂધની વિવિધ બ્રાન્ડોના ભાવમાં પ્રતિ લીટર 2 રૂપિયાનો વધારો કરાયો છે.


અમૂલના દૂધની કિંમતમાં ફરી એકવાર વધારો


મોધવારીના માર વચ્ચે  1 એપ્રિલે અમૂલ દૂધની કિમંતમાં પણ વધારો કર્યો હતો. નવો ભાવ વધારો આજથી લાગૂ થશે. ગોલ્ડ, શક્તિ, ગાય, તાઝા અને સ્લિમ એન્ડ ટ્રીમના 1 લિટરમાં રૂા.2નો ભાવ વધારો ઝીંક્યો હતો. છ મહિનામાં અમૂલે દૂધના ભાવમાં બીજી વખત વધારો થયો છે.  અમૂલે દૂધના ભાવમાં પ્રતિ લીટરે બે રૂપિયાનો  ભાવ વધારો થયો છે. આ ભાવ વધારો આજથી લાગૂ થશે.


આપણે બધા દૂધમાં આવતી ભેળસેળથી પરેશાન છીએ. આ ભેળસેળ દૂધના ગુણોનો નાશ કરે છે, પરંતુ સાથે સાથે તે આપણા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ખતરનાક છે. ગંભીર સમસ્યા એ છે કે ભેળસેળ શોધવી સરળ નથી. જો કે હવે આઈઆઈટી મદ્રાસના સંશોધકોએ આ કામ સરળ કરી દીધું છે. હવે ઉપકરણની મદદથી તમે ઘરે બેઠા જ દૂધમાં ભેળસેળ શોધી શકશો. ખરેખર, IIT મદ્રાસે એક પોર્ટેબલ 3D પેપર-આધારિત ઉપકરણ બનાવ્યું છે જે દૂધમાં ભેળસેળ શોધી શકે છે. આ ઉપકરણ માત્ર 30 સેકન્ડમાં ભેળસેળની પોલ ખોલી શકે છે. ખાસ વાત એ છે કે હવે ભેળસેળના ટેસ્ટિંગ માટે કોઈ લેબમાં જવાની જરૂર નથી. આ ડિવાઈસની મદદથી ઘરે બેસીને માત્ર એક મિલીલીટર દૂધમાંથી ભેળસેળ શોધી શકાય છે.


ઉપકરણ કયા પ્રકારની ભેળસેળ શોધે છે?


IIT મદ્રાસ દ્વારા તૈયાર કરવામાં આવેલ આ ઉપકરણ ડિટર્જન્ટ પાવડર, સાબુ, હાઇડ્રોજન પેરોક્સાઇડ, યુરિયા, સ્ટાર્ચ, મીઠું અને કોઈપણ પ્રવાહીમાં ઓગળેલા સોડિયમ-હાઈડ્રોજન-કાર્બોનેટ જેવા ભેળસેળયુક્ત તત્વો શોધી શકે છે. આ ઉપકરણ IIT મદ્રાસના મિકેનિકલ એન્જિનિયરિંગ વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે.


ઉપકરણ કેવી રીતે કાર્ય કરે છે?









આ પ્રવાહીમાં ભેળસેળ પણ શોધી કાઢવામાં આવશે


IIT મદ્રાસ દ્વારા વિકસિત નવું 3D પેપર-આધારિત પોર્ટેબલ ઉપકરણ દૂધમાં ભેળસેળને ઝડપથી અને સચોટ રીતે શોધી શકે છે, પરંતુ તે અન્ય પ્રવાહીમાં પણ ભેળસેળ શોધી શકે છે. ઉપકરણનો ઉપયોગ અન્ય પ્રવાહી જેમ કે તાજા રસ અને મિલ્કશેકના પરીક્ષણ માટે પણ થઈ શકે છે.