India Post GDS Recruitment 2023 Last Date: નોકરી વાંચ્છુઓ માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. થોડા સમય પહેલા ઈન્ડિયા પોસ્ટે ગ્રામીણ ડાક સેવકના પદ માટે બમ્પર ભરતી બહાર પાડી હતી, હવે આ માટે અરજી કરવાની શરૂ થઇ ચૂકી છે, અને આની છેલ્લી તારીખ નજીક આવી ગઇ છે. જેથી જે ઉમેદવારો આ જગ્યાઓ માટે અરજી કરવા માંગે છે, તે જલદી અરજી કરી શકે છે. જે લોકો કોઈ કારણોસર અરજી કરી શક્યા નથી, તેમને તાત્કાલિક ફોર્મ ભરવું જોઈએ. છેલ્લી તારીખ આડે હવે માત્ર બે દિવસ બાકી છે. આ જગ્યાઓ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 11 જૂન 2023 છે. આ ભરતી અભિયાન હેઠળ કુલ 12828 જગ્યાઓ ભરવામાં આવશે. જેમાં બ્રાન્ચ પોસ્ટમાસ્ટર અને આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટમાસ્ટરની પદો માટે જગ્યાઓ ખાલી છે.
ઓનલાઇન કરો અરજી -
ઈન્ડિયા પોસ્ટની આ ખાલી જગ્યાઓની વિશેષતા એ છે કે 10 પાસ ઉમેદવારો આના માટે અરજી કરી શકે છે. આ 12828 ખાલી જગ્યાઓ માટે માત્ર ઓનલાઈન જ અરજી કરી શકાશે. આ કરવા માટે તમારે આ indiapostgdsonline.gov.in. વેબસાઇટની વિઝીટ કરવી પડશે.
અન્ય મહત્વપૂર્ણ ડેટ -
ઈન્ડિયા પોસ્ટ રિક્રૂટમેન્ટ 2023 અંતર્ગત આ જગ્યાઓ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 11 જૂન 2023 છે પરંતુ આ અરજીઓને 12 થી 14 જૂન 2023 સુધી સુધારી શકાય છે. તારીખોનું ખાસ ધ્યાન રાખો કારણ કે, આ પછી તમને ફરીથી સુધરવાની તક નહીં મળે.
કોણ અરજી કરી શકે છે -
અરજી કરવા માટે ઉમેદવાર માન્ય બોર્ડમાંથી 10મું પાસ હોવું આવશ્યક છે. ધોરણ 10માં ગણિત અને અંગ્રેજી ફરજિયાત વિષયો હોવા જોઈએ. આ સાથે એ પણ જરૂરી છે કે ઉમેદવારે માધ્યમિક ધોરણ સુધી લૉકલ ભાષાનો અભ્યાસ કર્યો હોવો જોઈએ. ઉમેદવારને કૉમ્પ્યુટરનું જ્ઞાન હોવું જોઈએ, અને સાયકલ કેવી રીતે ચલાવવી તે પણ જાણવું જોઈએ.
ઉંમર મર્યાદા શું છે -
જ્યાં સુધી ઉંમર મર્યાદાનો સવાલ છે, આ પોસ્ટ માટે ઉંમર મર્યાદા 18 થી 40 વર્ષ નક્કી કરવામાં આવી છે. અનામત વર્ગને સરકારના નિયમો મુજબ વયમાં છૂટછાટ મળશે.
કઇ રીતે થશે સિલેક્શન -
ઉમેદવારોનું સિલેક્શન મેરીટ મુજબ કરવામાં આવશે. 10મા ધોરણમાં મેળવેલા ગુણના આધારે ઉમેદવારોનું મેરિટ તૈયાર કરવામાં આવશે અને ત્યારબાદ પસંદગી કરવામાં આવશે. આ જગ્યાઓ માટે અરજી કરવાની ફી 100 રૂપિયા નક્કી કરવામાં આવી છે. અનામત વર્ગ માટે કોઈ ફી નથી.
Education Loan Information:
Calculate Education Loan EMI