Indian Air Force Recruitment 2024: ભારતીય વાયુસેના (IAF) માં નોકરી મેળવવાનું સપનું જોતા યુવાનો માટે આ એક શ્રેષ્ઠ તક છે. આ માટે એરફોર્સે ગ્રુપ 'સી' સિવિલિયનના પદો માટે ભરતી બહાર પાડી છે. વાયુસેનામાં કામ કરવા ઇચ્છતા અને લાયક ઉમેદવારો ભારતીય વાયુસેના (Indian Air Force)ની અધિકૃત વેબસાઇટ, indianairforce.nic.in પર જઈને અરજી કરી શકે છે. આ માટે એરફોર્સે અરજીની પ્રક્રિયા શરૂ કરી દીધી છે.


ભારતીય વાયુસેનાની આ ભરતી દ્વારા કુલ 182 જગ્યાઓ ભરવામાં આવનાર છે. અહીં કામ કરવા ઈચ્છુક કોઈપણ ઉમેદવાર રોજગાર સમાચારમાં પ્રકાશિત જાહેરાતના 30 દિવસની અંદર અથવા તે પહેલા અરજી કરી શકે છે. ઉપરાંત, અરજી કરતા પહેલા ઉમેદવારોએ નીચે આપેલી આ બાબતોને ધ્યાનથી વાંચવી જોઈએ.


અરજી કરવાની વય મર્યાદા


ભારતીય વાયુસેનાની આ ભરતી માટે અરજી કરનારા તમામ ઉમેદવારોની વય મર્યાદા 18 વર્ષથી 25 વર્ષની વચ્ચે હોવી જોઈએ.


જરૂરી લાયકાત


લોઅર ડિવિઝન ક્લાર્ક (એલડીસી): ઉમેદવારોએ માન્ય બોર્ડમાંથી ધોરણ 12 પાસ કર્યું હોવું જોઈએ.


સિવિલિયન મિકેનિકલ ટ્રાન્સપોર્ટ ડ્રાઈવર (સામાન્ય ગ્રેડ): ઉમેદવારો માન્ય બોર્ડ અથવા યુનિવર્સિટીમાંથી મેટ્રિક અથવા સમકક્ષ લાયકાત ધરાવતા હોવા જોઈએ. ઉપરાંત ઉમેદવારો પાસે હળવા અને ભારે મોટર વાહનો માટે માન્ય સિવિલ ડ્રાઇવિંગ લાયસન્સ હોવું જોઈએ.


કેટલો મળશે પગાર


ભારતીય વાયુસેનામાં પસંદગી પામેલા કોઈપણ ઉમેદવારને પે મેટ્રિક્સ 7મી સીપીસી મુજબ પે લેવલ-02માં માસિક પગાર આપવામાં આવશે.


ભારતીય વાયુસેનામાં આ રીતે પસંદગી થાય છે


સત્તાવાર સૂચના અનુસાર, ભારતીય વાયુસેના ભરતી 2024 માટે અરજી કરનારા ઉમેદવારોની પસંદગી લેખિત પરીક્ષા, કૌશલ્ય કસોટી/પ્રેક્ટિકલ ટેસ્ટ અને શારીરિક કસોટીના આધારે કરવામાં આવશે.


અરજી કરવા માટે અહી ક્લિક કરો


રેલવેમાં  નોકરી


રેલવેમાં સરકારી નોકરીઓ શોધી રહેલા 10 -12  પાસ ઉમેદવારો માટે સારા સમાચાર છે. ભારતીય રેલવેએ વિવિધ ટ્રેડમાં એપ્રેન્ટિસની 2438 જગ્યાઓ માટે ભરતી શરૂ કરી છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ sr.indianrailways.gov.in પર જઈને અરજી કરી શકે છે. અરજીની પ્રક્રિયા 22 જુલાઈ 2024થી શરૂ થઈ ગઈ છે. અરજી કરવાની અંતિમ તારીખ 12 ઓગસ્ટ છે.  અરજી કરતા પહેલા, તમને આવશ્યક શૈક્ષણિક લાયકાત, પોસ્ટની વિગતો, વય મર્યાદા, અરજી પ્રક્રિયા વગેરે વિશે વિગતવાર જણાવીએ.                  





Education Loan Information:

Calculate Education Loan EMI