ભારત માટે સ્ટાર બેડમિન્ટન ખેલાડી લક્ષ્ય સેન પેરિસ ઓલિમ્પિકના 10મા દિવસે સોમવારે બ્રોન્ઝ મેડલ જીતી શકે છે. લક્ષ્યને રવિવારે મેન્સ સિંગલ્સની સેમિફાઇનલમાં ડેન્માર્કના વિક્ટર એક્સેલસન સામે હારનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ તે હજુ પણ દેશ માટે બ્રોન્ઝ મેડલ જીતી શકે છે. બીજી તરફ એથ્લેટિક્સમાં ભારતે અત્યાર સુધી નિરાશ કર્યું છે અને સોમવારે મહિલાઓની 400 મીટરમાં કિરણ પહલ અને પુરુષોની 3000 મીટર સ્ટીપલચેઝમાં અવિનાશ સાબલે પાસેથી વધુ સારા પ્રદર્શનની અપેક્ષા છે.






લક્ષ્ય પાસે ઇતિહાસ રચવાની તક છે


લક્ષ્ય સેને મેન્સ સિંગલ કેટેગરીની સેમિફાઇનલમાં પહોંચીને ઈતિહાસ રચ્યો હતો અને હવે તેની પાસે ઓલિમ્પિક મેડલ જીતનાર ભારતનો પ્રથમ પુરુષ બેડમિન્ટન ખેલાડી બનવાની ગોલ્ડન તક છે. લક્ષ્યનો સોમવારે સાતમા ક્રમાંકિત મલેશિયાના લી જી જિયાનો સામનો થશે. જો તે મલેશિયાના આ ખેલાડીના પડકારને પાર કરવામાં સફળ રહેશે તો તે દેશને પેરિસ ગેમ્સનો ચોથો મેડલ અપાવશે. ભારતને અત્યાર સુધી બેડમિન્ટનમાં મહિલા વર્ગમાં મેડલ મળ્યો છે. લક્ષ્ય પાસે ઓલિમ્પિક મેડલિસ્ટ બનવાની સારી તક છે.


પેરિસ ઓલિમ્પિકના 10મા દિવસે ભારતનું શિડ્યૂલ નીચે મુજબ છે.


 


શૂટિંગ


- સ્કીટ મિશ્રિત ટીમ (ક્વોલિફિકેશન): મહેશ્વરી ચૌહાણ અને અનંતજીત સિંહ નરુકા (બપોરે 12.30 વાગ્યાથી)


ટેબલ ટેનિસ


- મહિલા ટીમ પ્રી-ક્વાર્ટર ફાઈનલ: ભારત વિરુદ્ધ રોમાનિયા (બપોરે 1.30 વાગ્યા પછી)


એથ્લેટિક્સ


- મહિલા 400 મીટર (પ્રથમ રાઉન્ડ): કિરણ પહલ (હીટ ફાઇવ) (બપોરે 3.25 વાગ્યા પછી)


- પુરુષોની 3000 મીટર સ્ટીપલચેઝ (રાઉન્ડ 1): અવિનાશ સાબલે (હીટ 2) (રાત્રે 10.35 વાગ્યા પછી)


સેલિંગ


- મહિલા ડીંગી રેસ 9: નેત્રા કુમાનન (બપોરે 3.45 વાગ્યાથી)


- પુરુષોની ડીંગી રેસ 9: વિષ્ણુ સરવાનન (સાંજે 6.10 વાગ્યાથી)


બેડમિન્ટન


- મેન્સ સિંગલ બ્રોન્ઝ મેડલ મેચ: લક્ષ્ય સેન વિરુદ્ધ લી જી જિયા (મલેશિયા) (સાંજે 6.00 વાગ્યાથી)


કુસ્તી


- મહિલા ફ્રીસ્ટાઇલ 68 કિગ્રા - રાઉન્ડ ઓફ 16 - નિશા (સાંજે 6:30)


- મહિલા ફ્રી સ્ટાઇલ 68 કિગ્રા - ક્વાર્ટર ફાઇનલ - નિશા (સાંજે 7:50) (જો ક્વોલિફાઇંગ હોય તો)


-મહિલા ફ્રીસ્ટાઇલ 68 કિગ્રા-સેમિફાઇનલ-નિશા (રાત્રે 1:10 કલાકે) (ક્વોલિફાય થવા પર)