Indian Bank Recruitment 2024: બેન્કમાં નોકરી મેળવવા ઈચ્છતા ઉમેદવારો માટે સારા સમાચાર છે. ઈન્ડિયન બેન્કે 146 સ્પેશિયાલિસ્ટ ઓફિસરની જગ્યાઓ માટે ભરતી બહાર પાડી છે. જો તમારી પાસે પણ આ પોસ્ટ્સ સંબંધિત લાયકાત છે, તો તમે સત્તાવાર વેબસાઇટ indianbank.in દ્વારા ઓનલાઈન અરજી કરી શકો છો. આ પદો માટે અરજી પ્રક્રિયા 12 માર્ચથી શરૂ થઈ ગઈ છે.
જેઓ આ જગ્યાઓ માટે અરજી કરવાનું વિચારી રહ્યા છે તેઓ 1લી એપ્રિલ સુધી અરજી કરી શકે છે. ઈન્ડિયન બેન્કની આ ભરતી અંતર્ગત કુલ 146 જગ્યાઓ ભરવામાં આવશે. જો તમે પણ આ પોસ્ટ્સ માટે અરજી કરવા ઈચ્છો છો, તો આપેલા આ તમામ મહત્વના મુદ્દાઓને ધ્યાનથી વાંચો.
નોકરી મેળવવાની લાયકાત
ઇન્ડિયન બેન્કની નોકરી મેળવવા માંગતા ઉમેદવારો પાસે સત્તાવાર નોટિફિકેશનમાં આપવામાં આવેલી સંબંધિત લાયકાત હોવી આવશ્યક છે. તે પછી જ તેઓ આ પદો માટે અરજી કરવા માટે લાયક ગણી શકાય.
અરજી કરવા માટે ફી ભરવાની રહેશે
SC/ST/PWBD કેટેગરીના ઉમેદવારોએ અરજી ફી તરીકે 175 રૂપિયા ચૂકવવા પડશે. જ્યારે અન્ય તમામ ઉમેદવારોએ અરજી ફી તરીકે 1000 રૂપિયા ચૂકવવાના રહેશે.
આ રીતે અરજી કરો
-ઇન્ડિયન બેન્કની સત્તાવાર વેબસાઇટ, indianbank.in પર જાવ.
-હોમપેજના કરિયર ટેબ પર ક્લિક કરો.
-આ પછી સ્પેશિયાલિસ્ટ ઓફિસર્સ રિક્રુટમેન્ટ 2024 પર ક્લિક કરો.
-એક નવું પેજ ખુલશે.
-નવા રજિસ્ટ્રેશન પર ક્લિક કરીને પોતાનું રજિસ્ટ્રેશન કરો
-આ પછી અરજી ફોર્મ ભરો.
-અરજી ફી ભર્યા પછી સબમિટ બટન પર ક્લિક કરો.
-ભવિષ્ય માટે ફોર્મની પ્રિન્ટ આઉટ લો.
Education Loan Information:
Calculate Education Loan EMI