ISRO Recruitment 2024:  ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO) માં નોકરી મેળવવા ઈચ્છતા ઉમેદવારો માટે સારા સમાચાર છે. આ માટે ISRO એ ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી (PRL) માં આસિસ્ટન્ટ અને જૂનિયર પર્સનલ આસિસ્ટન્ટની જગ્યાઓ માટે લાયક અને યોગ્ય ઉમેદવારો પાસેથી અરજીઓ આમંત્રિત કરી છે. આ જગ્યાઓ માટે અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. જો આ પદો માટે ઉમેદવારોની પસંદગી કરવામાં આવે તો તેમને પગારની સાથે ઘણી સુવિધાઓ પણ મળશે.


ISRO ભરતી 2024 દ્વારા કુલ 16 જગ્યાઓ ભરવામાં આવશે. ઈસરોની આ ભરતી માટે ઉમેદવારો 31મી માર્ચ અથવા તે પહેલાં અરજી કરી શકે છે. જો તમે પણ ઈસરોમાં કામ કરવા ઈચ્છો છો તો નીચે આપેલી આ બધી મહત્વની વાતો ધ્યાનથી વાંચો.


ઈસરોમાં આ જગ્યાઓ ભરવામાં આવશે


ISRO ભરતી 2024 ની સત્તાવાર સૂચના અનુસાર, આસિસ્ટન્ટ અને જૂનિયર પર્સનલ આસિસ્ટન્ટની પોસ્ટ માટે 16 ખાલી જગ્યાઓ ઉપલબ્ધ છે.


આસિસ્ટન્ટની જગ્યાઓની સંખ્યા – 10 જગ્યાઓ


જુનિયર પર્સનલ આસિસ્ટન્ટની જગ્યાઓની સંખ્યા – 06 જગ્યાઓ


ઈસરોમાં નોકરી મેળવવા માટે વય મર્યાદા


ISRO ભરતી 2024 માટે અરજી કરનારા ઉમેદવારોની લઘુત્તમ વય મર્યાદા 18 વર્ષ અને મહત્તમ વય મર્યાદા 28 વર્ષની હોવી જોઈએ. (આ કેટેગરી માટે અનામત જગ્યાઓ સામે SC/ST ઉમેદવારો માટે મહત્તમ 33 વર્ષ અને OBC ઉમેદવારો માટે 31 વર્ષ)


કેટલો મળશે પગાર


ISRO ભરતી 2024 દ્વારા જે પણ ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે તો તે ઉમેદવારોને લેવલ 4 હેઠળ 25500 થી 81100 રૂપિયા સુધીનો માસિક પગાર આપવામાં આવશે.


ઈસરોમાં આ રીતે સિલેક્શન થશે


ISRO ભરતી 2024 માટે જે પણ ઉમેદવારો અરજી કરી રહ્યા છે, તેમની પસંદગી લેખિત પરીક્ષા અને કૌશલ્ય કસોટીના આધારે નક્કી કરવામાં આવશે. પસંદગી પ્રક્રિયાની તારીખ, સમય અને સ્થળ શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારોને પછીથી જણાવવામાં આવશે.


અરજી કરવા માટે ફી ભરવાની રહેશે


આ પદો માટે અરજી કરનાર ઉમેદવારોએ અરજી ફી તરીકે 500 રૂપિયા ચૂકવવાના રહેશે. ઉમેદવારો ઈન્ટરનેટ બેંકિંગ/ડેબિટ કાર્ડ/ક્રેડિટ કાર્ડ/UPI/NEFT/વોલેટનો ઉપયોગ કરીને 'ઓનલાઈન' ચુકવણી કરી શકે છે અથવા નજીકની SBI શાખાની મુલાકાત લઈને ચલણ દ્વારા 'ઓફલાઈન' કરી શકે છે.                                         


Education Loan Information:

Calculate Education Loan EMI