Indian Railway Apprentice Recruitment 2024: જો તમે ભારતીય રેલવેમાં જોડાવા ઈચ્છો છો તો આ સમાચાર તમારા માટે ખાસ છે. રેલવે ભરતી સેલ જયપુરે એક નોટિફિકેશન બહાર પાડ્યું છે. જે મુજબ રેલવેમાં એપ્રેન્ટીસની પોસ્ટ પર ભરતી કરવામાં આવશે. આ માટે અરજી પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહી છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો અધિકૃત સાઈટ rrcjaipur.in પર જઈને ભરતી ડ્રાઈવ માટે અરજી કરી શકશે. અરજીની પ્રક્રિયા 10 જાન્યુઆરી, 2024થી શરૂ થશે. જ્યારે અરજી કરવાની છેલ્લી તારીખ 10 ફેબ્રુઆરી 2024 રહેશે. અરજીની છેલ્લી તારીખ પછી ઉમેદવારોને અરજી કરવાની તક મળશે નહીં.


આ ભરતી અભિયાન દ્વારા રેલ્વેમાં 1646 એપ્રેન્ટિસની જગ્યાઓ ભરવામાં આવશે. જેના માટે અરજી કરનાર ઉમેદવારે કોઈપણ માન્ય બોર્ડ/સંસ્થામાંથી 10મું/મેટ્રિક પાસ કરેલ હોવું જોઈએ. આ સાથે ઉમેદવાર પાસે સંબંધિત ટ્રેડમાં ITIનું પ્રમાણપત્ર પણ હોવું જોઈએ.


વય મર્યાદા


નોટિફિકેશન અનુસાર, અરજી કરનાર ઉમેદવારની લઘુત્તમ વય 15 વર્ષ અને મહત્તમ વય 24 વર્ષ હોવી જોઈએ. અનામત વર્ગના ઉમેદવારોને મહત્તમ વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે.


આટલી અરજી ફી ચૂકવવી પડશે


રેલવેની આ ભરતી માટે અરજી કરનારા ઉમેદવારોએ અરજી ફી ચૂકવવાની રહેશે. અરજી કરનાર ઉમેદવારોએ 100 રૂપિયાની અરજી ફી જમા કરવાની રહેશે. જ્યારે અરજી કરનાર SC/ST PWBD/મહિલા ઉમેદવારોએ આ ભરતીમાં ભાગ લેવા માટે કોઈ ફી ચૂકવવાની રહેશે નહીં.


આ રીતે સિલેક્શન થશે


આ ભરતીમાં પસંદ કરાયેલા ઉમેદવારોને તેમની શૈક્ષણિક લાયકાતના આધારે મેરિટ લિસ્ટમાં સામેલ કરવામાં આવશે. 10મા કે મૈટ્રિકુલેશનમાં મેળવેલા ગુણને પંદર ટકા વેઇટેજ આપવામાં આવશે અને ITIને પંદર ટકા વેઇટેજ આપવામાં આવશે. જે ઉમેદવારોના નામ મેરિટ લિસ્ટમાં હશે તેમની પસંદગી કરાશે.    


ઈન્ડિયા પૉસ્ટ 10મું પાસ ઉમેદવારો માટે નોકરી મેળવવાની મોટી તક લઈને આવ્યું છે. અહીં, ડ્રાઈવર (સામાન્ય ગ્રેડ) ની જગ્યા માટે ભરતી કરવામાં આવી છે. જો પસંદ કરવામાં આવે તો પગાર સારો છે.ઈન્ડિયા પૉસ્ટની આ ભરતી ડ્રાઈવ દ્વારા કુલ 78 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. આ ખાલી જગ્યાઓ ઉત્તરપ્રદેશ સર્કલ માટે છે. સંદેશાવ્યવહાર મંત્રાલયના પોસ્ટ વિભાગે આ જાહેર કર્યું છે.આ પૉસ્ટ માટે અરજીઓ ફક્ત ઑફલાઇન કરી શકાય છે. રસ ધરાવતા ઉમેદવારો આ વેબસાઇટની મુલાકાત લઈને વિગતો જાણી શકે છે. વેબસાઇટનું સરનામું છે – indiapost.gov.in.


Education Loan Information:

Calculate Education Loan EMI